Abtak Media Google News

IMA પ્રેસિડેન્ટ ડો.પારસ શાહ દ્વારા ગરબાના ખેલૈયાઓને સૂચન

Garba Players

રાજકોટ ન્યૂઝ

વર્તમાન સમયમાં યુવાનોમાં હાર્ટ એટેક આવના કિસ્સાઓ વધી રહ્યા છે. તબીબો પણ આ વાતથી ચિંતિત છે. અને અચાનક આ રીતે આવતા હુમલાઓનું કારણ શોધી તેના નિવારણ માટે પણ કાવયતો શરૂ કરી છે. તેવા સમયે નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જે ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા એમથી પણ અનેકને આ રીતે હાર્ટ એટેક આવતા રાજકોટમાં કલેક્ટર પ્રભવ જોશી અને IMA પ્રેસિડેંટ ડો.પારસ શાહ દ્વારા ખેલૈયાઓ અને ગરબાના આયોજકો માટે મહતવાના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.

Meeting

ખેલૈયાઓએ શું ધ્યાન રાખવું ?

ખેલૈયાઓને જો ગરબા રમવા સમયે શ્વાસ ચડે, ચકર આવે, ખૂબ થાક લાગે, આંખે અંધારા આવે તો તાત્કાલિક વ્યક્તિ બેસી જાય. તદુપરાંત ગ્રાઉન્ડ પરહજાર લોકો તેને સારવાર આપે અને ઇમરજન્સી ડોક્ટર્સને હજાર રાખવા. જેનાથી તાત્કાલિક સારવાર મળી રહે. આયોજકોએ ગ્રાઉન્ડની કેપેસિટી કરતા વધારે ખેલૈયાઓ ન થાય તે તકેદારી રાખવી જોઈએ.

ગરબાના આયોજકોને કલેક્ટર દ્વારા સૂચનો

CPR કઈ રીતે કરી શકાય ? તેનો વીડિયો ગ્રાઉન્ડમાં સ્ક્રીનમાં પ્લે થાય

CPR તાલીમ 5 જેટલા વ્યક્તિઓએ લેવી જે હેલ્થ વોલેન્ટિયર તરીકે સેવા આપી શકે  

આયોજનમાં ઇમરજન્સી ગેઇટ રાખવો જેથી એમ્બ્યુલન્સ ઝડપથી અંદર આવી શકે

ગ્રાઉન્ડમાં યુવાનો વ્યસન ન કરે તેની તકેદારી આયોજકોએ જ રાખવી

નજીકની હોસ્પિટલના તમામ કોન્ટેક્ટ નંબર રાખવા

ફર્સ્ટ એડ કીટ રાખવી.

રાજકોટ જિલ્લામાં 42  જેટલી 108 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે. ત્યારે 108 એમ્બ્યુલન્સ મુખ્ય ગરબાના આયોજનની આસપાસ સ્થળ પર સ્ટેન્ડ બાય રહેશે જેથી જલ્દીથી પોહચી શકાય અને વ્યક્તિ ને શોક આપવા માટે મશીન 108 માં ઉપલબ્ધ કરવામાં આવશે જેનાથી તમામ ઈમરજન્સી સારવાર મળી રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.