સ્થાનિક ફરિયાદ નિવારણ સમિતિની રચના કરતા કલેકટર રેમ્યા મોહન

સમિતિ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાવવા સતત પ્રયત્નશીલ રહેશે
સમિતિમાં ચેરપર્સન ભાવનાબેન જોષીપુરા, સભ્યો તરીકે ગીતાબા જાડેજા, લાખાભાઇ સાગઠીયા, જયોત્સનાબેન અજુડીયા અને સભ્ય સચિવ તરીકે જનકસિંહ ગોહિલની વરણી

કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાવવા જીલ્લા કલેકટરના હુકમથી સ્થાનીક ફરીયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં એક ચેરપર્સન ત્રણ સભ્ય અને એક સભ્ય સચિવ પણ નિમવામાં આવ્યા છે. સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ, ગાંધીનગરના વંચાણે લીધેલ પત્રથી થઇ આવેલ સુચના અનુસાર કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અનુસંધાને આ જિલ્લાના તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી કે સરકારની સહાયથી ચાલતી તમામ સંસ્થાઓ કે તેની શાખાઓ, સહકારી સંસ્થાઓ, તમામ ખાનગી ક્ષેત્રની કંપનીઓ, ઓફીસો, કારખાનાઓ, ટ્રસ્ટો કે બીન સરકારી, સેવા આપતી સંસ્થાઓ, શૈક્ષણિક અને સ્વાસ્થ્ય સેવાઓ આપતી સંસ્થાઓ, મનોરંજન આપતી સંસ્થાઓ, પેઢીઓ હોસ્૫િટલ અને નસીંગ હોમ, રમતગમત સંકુલો, તાલીમ આપતી સંસ્થ્ાઓમાં નોકરી કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા અને જાતીય સતામણી બાબતમાં જાગૃતતા દાખવવા તથા જાતીય સંતામણી અંગેની ફરીયાદો સ્વીકારવા તથા આથી ફરીયાદો અંગે જીલ્લાની સ્થાનીક ફરીયાદ નિવારણ સમીતી એ કાયદાકીય જોગવાઇ અનુસાર કાર્યવાહી કરવાની થાય છે. આ અંગેના અધિનિયમના કાયદાની કલમ ૭(૧) મુજબ જીલ્લાની સ્થાનીક ફરીયાદ નિવારણ સમીતીની રચના કરવામાં આવી છે.
જેમાં ચેરપર્સન તરીકે માજી મેયર ભાવનાબેન જોષીપુરા, સભ્યો તરીકે ધારાસભ્ય ગીતાબા જાડેજા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, કાઠીયાવાડ બાલાશ્રમના જયોત્સનાબેન અજુડીયા અને સભ્ય સચિવ તરીકે જીલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે.