Abtak Media Google News

૧૪૬ જેટલા બાકીદારોની મિલકતોનો કબ્જો બેંકોને સોંપવા કરાયા હુકમ: ૧૬ જેટલા બાકીદારોને ૩.૭૫ કરોડ રૂપિયાની નોટિસ મળતાની સાથે જ બાકી રહેતા નાણા બેંકોને ચૂકવ્યા

ઘણા ખરા લોકો બેંકો પાસથી પોતાની જરૂરીયાત પૂરી પાડવા માટે લોન લેતા હોય છે. ત્યારે એવા ઘણા લોકો છે કે જે લોન લીધેલી રકમ બેંકને પરત કરતા ની જેના કારણે એનપીએમાં પણ એટલો જ વધારો જોવા મળે છે. ત્યારે રાજકોટમાં રાજકોટ જિલ્લા કલેકટરના આદેશી બાકીદારોને તેમની સવર અને જંગમ મિલકતો બેંકમાં તારણમાં જે મુકવામાં આવેલી હોય અને કહી શકાય કે જે સિક્યુરીટી તરીકે મુકાઈ હોય તે તમામ મિલકતોનો કબ્જો બેંકોને આપવા મામલતદારોને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.રાહુલ ગુપ્તાએ આદેશ કર્યો છે.

Advertisement

ધી સિક્યુરિટાઈઝેશન એન્ડ રિક્ધસ્ટ્રકશન ઓફ ફાઈનાન્સીયલ એસેસ્ટસ એન્હ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઈન્ટ્રસ્ટ એકટ ૨૦૦૨ની કલમ ૧૪ હેઠળ બાકીદારોએ બેંકમાંી જે લોન લીધેલી હોય અને બેંકને તે લોન પરત કરવામાં નિષ્ફળ જાય ત્યારે બાકીદારની સિક્યોર એસેટનો કબ્જો સિક્યોર ક્રેડીટર એટલે કે, બેંકને આપવાનો રહેતો હોય છે. ત્યારે આ મુદ્દે રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ અને રાજકોટ કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ હાલમાં બેંકોની ૧૪૬ જેટલી દરખાસ્તોમાં બાકીદારોની મિલકતનો કબજો બેંકને અપાવવા સંબંધીત મામલતદારોને અધિકૃત હુકમ કર્યા છે. જેમાં અંદાજે ૧૪૫ કરોડ રૂપિયાની વસુલાત કરવા માટે લોન ભરપાઈ ન કરતી પેઢીઓને નોટિસ પાઠવી હુકમો પણ કરવામાં આવ્યા છે.

આ તકે રાજકોટ કલેકટર કચેરીના મેજીસ્ટ્રેયરીયલ શાખાના નિલેશભાઈ અજમેરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં એવા ઘણા ખરા લોકો છે કે જે ખૂબ મોટી માત્રામાં બેંક પાસથી લોન લઈ તે નાણા ચૂકવતા ની. જેના કારણે બેંકના એનપીએમાં પણ વધારો જોવા મળે છે. આ તકે રાજકોટ કલેકટર ડો.રાહુલ ગુપ્તાના આદેશ અનુસાર માર્ચ માસમાં કુલ ૧૬૨ આસામીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાના ૧૬ આસામીઓને નોટિસ મળતાની સાથે આશરે ૩.૭૫ કરોડ જેટલી બાકી રહેતા નાણા બેંકને પરત કર્યા હતા.  પરંતુ બાકી રહેતા ૧૪૬ આસામીઓને કલેકટર ડો.રાહુલ ગુપ્તા મારફતે નોટિસ ફટકારવામાં આવી છે અને હુકમ કરવામાં આવ્યો છે કે તેઓની સવર અને જંગમ મિલકતોનો કબ્જો બેંકોને આપવામાં આવે.બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેંક, એસબીઆઈ, કર્ણાટક બેંક લી., કોર્પોરેશન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, દેના બેન, રાજકોટ નાગરિક સહકારી બેંક લી., ઈન્ડિયન બેંક સહિત અનેકવિધ બેંકોને આ અંગે તાકીદ કરવામાં આવી છે અને જણાવાયું છે કે, બાકી રહેતી રકમની વસુલાત આસામીઓના મિલકતોને આધીન કરવામાં આવે. રાજકોટ કલેકટર તંત્ર દ્વારા આ તવાઈ માર્ચ માસ હેઠળ કરવામાં આવી છે જે સૌથી મોટી માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.