Abtak Media Google News

ક્લોરીન ગેસનો સલામત રીતે ઉપયોગ વિષય પર સેમિનાર યોજાયો

તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા તથા આલ્કલીઝ મેન્યુફ્રેક્ચર એસોસીએશન ઓફ ઇન્ડીયા, ન્યુ દિલ્હી નાં સંયુક્ત ઉપક્રમે વોટર વર્કસ, એડી.સીટી. ઇજનેર એમ.આર.કામલીયાના માર્ગદર્શન હેઠળ ક્લોરીન ગેસની વોટર ટ્રીટમેન્ટમાં ઉપયોગીતા જેવી કે પાણીમાં રહેલ વાસ તથા નરી આંખે સ્વચ્છ દેખાતા પાણીમાં યોગ્ય પ્રમાણમાં ક્લોરીન ઉમેરી પાણીને જંતુમુકત કરવા માટે તથા ક્લોરીન ગેસના સલામત ઉપયોગ અંગેના માર્ગદર્શન આપવા માટે એક સેમીનાર યોજાઇ ગયો.

Advertisement

આ સેમીનારમાં આલ્કલીઝ મેન્યુફ્રેક્ચર એસોસીએશન ઓફ ઇન્ડીયા, ન્યુ દિલ્હીના હરીસરન દાસ દ્વારા ક્લોરીનનાં ગુણધર્મો, ક્લોરીન સંયોજનો અને ક્લોરીનેશનના પ્રકારો, રેસીડ્યુઅલ ક્લોરીનની માત્રા નકકી કરવાની પધ્ધતીઓ, ક્લોરીન સંચાલન તેમજ સલામતીના પગલા માટે ક્લોરીન અને તેના સંયોજનોનો સંગ્રહ, ક્લોરીન પુરો પાડતા સાધનોનો ઉપયોગ તથા સાચવણી વિ. જોખમી પરીબળોની વિસ્તૃત ચર્ચા કરી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહીતી આપેલ. સામાન્ય તાપમાને અને દબાણે ક્લોરીન ગેસ ઘણો જ ઝેરી વાયુ છે. ૧૦૦૦ પીપીએમ થી વધારે પ્રમાણ વાળા ક્લોરીન મીશ્ર હવા શ્વાસમાં જવાથી વ્યક્તિનુ મૃત્યુ નીપજી શકે છે. ક્લોરીન તીવ્ર ગંધ ધરાવે છે. તેની ગંધથી નાક તથા ગળામાં ચચરાટ થાય છે. પરંતુ ક્લોરીનનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો શ્રેષ્ટ સાબીત થાય છે. ક્લોરીન ગેસ લીકેજ કે તેમનો અયોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય તો તે ઘણો જ ઘાતક સાબીત થઇ શકે છે.

આ સેમીનારમાં રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના એડી.સીટી. ઇજનેર, ડે.એક્ઝી.એન્જી., કેમીસ્ટો, ક્લોરીન અટેન્ડન્ટો, મદદનીશ તથા અધીક મદદનીશ ઇજનેરો, સ્ટેશન ઓફીસર, સીનીયર તથા જુનીયર ફાયરમેન, ફિલ્ટર પ્લાન્ટ તથા પમ્પીંગ સ્ટેશનો પરના ઓપરેટર, સંકળાયેલ ઓ એન્ડ એમ એજન્સીઓના કર્મચારીઓ તેમજ વિ. હાજર રહી માર્ગદર્શન લીધેલ.

ભવિષ્યમાં ક્લોરીન ગેસ દ્વારા અકસ્માત ન થાય તેની સાવચેતીના ભાગરૂપે પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન ન્યારી પ્લાન્ટ પર મુકવામા આવેલ વેક્યુમ ફીડ ક્લોરીનેટર દ્વારા કરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિતરીત થતુ પાણી ગુણવતાની દ્ર્ષ્ટીએ શ્રેષ્ઠ છે. આ શ્રેષ્ઠતામાં પણ વિશેષ સારૂ પરીણામ આપી શકાય તે માટે આ સેમીનારનુ આયોજન કરવામાં આવેલ આ સેમીનાર સફળ બનાવવા માટે કે.એ.મેસ્વાણી, એચ. સી. નાગપરા, મયુરભાઇ રાઠોડ, કલ્પેશભાઇ વ્યાસ તથા અજયસિંહ જાડેજાએ જહેમત ઉઠાવે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.