Abtak Media Google News

ભગવાન મહાવીર સ્વામિ જન્મ કલ્યાણક અવસરે જૈન વિઝન દ્વારા આયોજન: મનહર ઉધાસ, મીરાંદે શાહ, અંકિત ત્રિવેદી, ભક્તિરસી તરબોળ કરશે: મુખ્યમંત્રી રૂપાણી ઉપસ્તિ રહેશે

વિર પ્રભુના જન્મ કલ્યાણ મહોત્સવ ઉપલક્ષે ને જૈન વિઝન દ્વારા વિવિધ ધાર્મિક, સામાજીક પ્રવૃતિઓ સો ભારતમાં સૌપ્રમવાર સતત એક માસ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના ઉજવણીના ભાગરૂપે તા.૨૮ બુધવારને સાંજે ૭-૦૦ કલાકે વિશાળ મહાવીર પટાંગણ કવિ રમેશ પારેખ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે, ફન વર્લ્ડની બાજુમાં આવો રે આવો મહાવીર નામ લઈએ ના શિર્ષક હેઠળ જૈન જૈનેતરોનું લોકપ્રિય ભક્તિ સંગીત સંધ્યાની અને‚ આયોજન સતત પાંચમાં વર્ષે આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી… જૈન વિઝન દ્વારા શ્રમણ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત વિવિધ સામાજીક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો છેલ્લા એક માસ દરમ્યાન ભારતમાં સૌપ્રમવાર આયોજિત કરવામાં આવી રહ્યું છે. જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ ‘અબતક’ને જણાવ્યું હતું કે, જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિમાં રાજકોટમાં સતત પાંચમાં ર્વે સ્તવનકારો અને રાસ માટે જાણીતા કલાકારોના કાફલા સો વિશ્ર્વ વિખ્યાત ગઝલ સમ્રાટ મનહર ઉધાસ, જાણીતા પ્લેબેક સીંગર મીરાંદે શાહ, જાણીતા કવિ, લેખક અને ગુજરાતી શબ્દકોષ જેમને હૈયા અને હોઠે વસેલા છે એવા કાર્યક્રમના સુંદર સંચાલક ગુજરાતના ખ્યાતનામ ઉદ્ઘોષક અંકિત ત્રિવેની અને જાણીતા પાશ્ર્વ ગાયક દિપક જોષી, સુગમ ઉપર જેમનું અને‚ પ્રભુત્વ છે એવા ગાર્ગી વોરા, ભાસ્કર શુકલ સહિતના કલાકારો જૈન સમાજને ભક્તિરસી તરબોળ કરી મુકશે. સુંદર, મનમોહક સ્ટેજ અને સેટ, સુંદર બેઠક એરેન્જમેન્ટ, વિશાળ એલઈડી સ્ક્રીન ઉપર સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્તિ ભાવિકોનું મનમોહી લેશે.

કાર્યક્રમના મુખ્ય આધારસ્તંભ માતુશ્રી અનસુયાબેન છબીલદાસ શાહ હસ્તે જયેશભાઈ શાહ-સોનમ કલોક લી.પરિવાર તા સ્વ.હિરાબેન છોટાલાલ શાહ હસ્તે સુનિલભાઈ અને યોગેશભાઈ શાહ-આર્કેડીયા શેર્સ પરિવાર, શ્રીમતી ભાવનાબેન હસમુખલાલ શાહ હસ્તે સુદર્શનભાઈ શાહ પરિવાર, સ્વ.પિયુષભાઈ જેન્તીલાલ કામદાર પરિવાર હસ્તે જય કામદાર તા જય ગુરૂદેવ પરિવાર, જાણીતા જૈન અગ્રણી અનિષભાઈ વાઘર તા સી.એમ.શેઠ, જીતુભાઈ બેનાણી સહિતના આગેવાનો ઉદાર દિલના દાતાના સહયોગી આ અનેરી ભક્તિ સંધ્યાનો સુંદર આયોજન કરવામાં આવેલ છે. ઉપકૃત કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝનની ૧૫૦ી પણ વધારે લેડીઝ-જેન્ટસ કમિટિ જહેમત ઉઠાવી રહી છે.

‘અબતક’ ચેનલ અને ડિજિટલમાં લાઈવ પ્રસારણ થશે

Dsc 1826ભગવાન મહાવીર સયી જન્મ કલ્યાણક અવસરે આવતીકાલે યોજનાર આવો રે આવો મહાવીર નામ લઈએ ભક્તિ સંધ્યાનું ‘અબતક’ ચેનલ અને ડીજિટલના યુટયુબ અને ફેસબુક સહિતના પ્લેટર્ફોમ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.