Abtak Media Google News

ચોમાસાની ઋતુને ઘ્યાને લઇ મેયરના અઘ્યક્ષ સ્થાને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની મીટીંગ મળી

આગામી ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ થાય અને નદી કાંઠા, વોંકળા કાંઠા વિસ્તારમાં પાણી ભરાઈ નહિ તે માટે મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મીટીંગનું આયોજન કરવામાં આવેલ. આ મીટીંગમાં ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, ડેપ્યુટી કમિશનર ચેતન ગણાત્રા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા, પર્યાવરણ અધિકારી નિલેષ પરમાર, નાયક પર્યાવરણ અધિકારી વી.એમ. જીંજાળા, પ્રજેશ સોલંકી, વિગેરે ઉપસ્થિત રહેલ.

Advertisement

ચોમાસા દરમ્યાન વધુ વરસાદ પડતા વોંકળા કાંઠે વસતા લોકોને ખુબ જ મુશ્કેલી ઉભી થાય છે. વોંકળા કાંઠામાં લોકો દ્વારા પણ બિનઅધિકૃત દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થાય, ત્રણેય ઝોનના વોંકળાઓમાં દબાણ અંગેનું ડીમાર્કેશન કરવાનું અને ભવિષ્યમાં દબાણ વધે નહિ તેની ખાસ તકેદારી રાખવા સુચના દેવામાં આવેલ. આ ઉપરાંત હાલમાં, ત્રણેય ઝોનમાં વોંકળા સફાઈની કામગિરી ચાલી રહેલ છે તેની માહિતી મેળવેલ, તમામ વોંકળા વ્યવસ્થિત સાફ થાય, ખુલ્લા પ્લોટનમાં ચોમાસા પહેલા કચરાઓનો નિકાલ થાય તેવી તાકીદ કરાયેલ. વિશેષમાં જ્યાં શક્ય હોય ત્યાં વોંકળાની અંદર વૃક્ષારોપણ કરવાનું પણ આયોજન કરવા જણાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.