Abtak Media Google News

ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં મેયરના હસ્તે ઉદ્ધાટ

મંદીના માહોલની બુમરાણ વચ્ચે કેવી રીતે ઓછા નફે વધુ વેચાણ કરીને આર્થિક વિકાસ સાધી શકાય તેના ઉદાહરણ‚પે યોજાયેલા પ્રથમ બીઝનેસ બાઝારની સફળતાના પરિણામે અને સાર્ધિક ભાઇઓની લાગણીને માન આપીને તા. ૧૮ અને ૧૯ મે શનિ અને રવિવારના રોજ બે દિવસીય મણીભદ્ર બીઝનેસ બાઝાર-ર નું આયોજન ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, બાલભવન પાસે રેસકોર્સ ખાતે કરવામાં આવ્યું છે. જેનું ઉદધાટન શનિવારે સવારે ૧૧ કલાકે રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્યના હસ્તે થશે તેમનીસાથે અતિથિવિશેષ પદે, પૂર્વ મેયર ડો. દર્શિતાબેન શાહ અને સૌરાષ્ટ્ર યુનિ.ના સીન્ડીકેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી મેહુલભાઇ રૂપાણી પણ ઉ૫સ્થિત રહેશે.

Advertisement

બીઝનેસમેન નાનો હોય કે મોટો નોકરીયાત નાનો હોય કે મોટો બધાની મંઝીલ સ્પષ્ટ છે. પ્રશ્ન માર્ગ બાબતે છે જયાં સુધી માર્ગની સ્પષ્ટ સમજણ નહી હોય, ત્યાં સુધી મંઝીલ મળે તેવી કોઇ શકયતા નથી તો જીંદગીમાં સફળતાનો પૂર્ણ ખાતરીદાયક માર્ગ કર્યો છે.

એ વિશે એકઝીબીશનના બીજા દિવસે રવિવારે સવારે નવ થી સાડા દસ સુધી આ સ્થળુ પ.પૂ. આ.ભ. યશોવિજયસૂરીજી મ.સા. અને અ.ભ. મુકિતવલ્લભસૂરિજી મ.સા. દ્વારા પાથ ઓફ સકસેસ સફળતાનો માર્ગ  વિષય પર દ્વારા વ્યાખ્યાન આપવામાં આવેશ. ત્યારબાદ માંગલીક ફરમાવીને વેપારીઓને આશીર્વાદ આપવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતભરમા જાણછતા અગ્રણી  વેપારી રાજુભાઇ કેસ્ટ્રોલ પણ ઉ૫સ્થિત રહી વેપારીઓને પ્રોત્સાહીત કરશે. કાર્યક્રમનું સંચાલન જૈન સાહિત્ય કાર મનોજભાઇ ડેલીવાળા કરશે.

મનીષ પારેખ અને ગૌરવ દોશી દ્વારા આયોજીત આ બાઝાર પ્રર્દશન ક્રમ સેલનો લા જાહેર જનતા કોઇપણ જાનતી પ્રવેશ ફ્રી ચુકવ્યા વિના લઇ શકશે અને એક જ સ્થળેથી લેડીઝ-જેન્ટસ ગાર્મેન્ટસ, ચિલ્ડ્રનવેર, ફ્રુડ પ્રોડકટસ, આર્ટ એન્ડ ક્રાફટ, જવેલરી, સ્ટેશનરી ધાર્મિક પૂસ્તકો હોબી કલાસીસ, સ્કુલ-કોલેજ ઓર્ગેનિક, હોમમેડ પ્રોડકટસ , ગીફટ આર્ટીકલ્સ વિવિધ સર્વિસીઝ વગેરે ખુબ જ વ્યાજબી ભાવે અને ઉચ્ચ ગુણવતા સામે મેળવી શકશે. વિશેષ આકર્ષણરુપે મહેંદી, ટેટુ નેલ આર્ટ અવનવી ગેમ્સ પણ રાખવામાં આવ્યા છે. આ એકઝીબીશન ને સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ સંસ્થ્ાઓ દ્વારા ખુબ  સુંદર પ્રતિસાદ મળ્યો હતો. સ્ટોલ બુકીંગ તથા વધુ માહીતી માટે મનીષ પારેખ ૯૯૭૪૦ ૯૦૭૦૯ અને ગૌરવ દોશી ૮૮૨૦૦ ૯૯૯૯૯ પર સંપર્ક કરવો.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાત આવેલા મનીષભાઇ પારેખ, ગૌરવભાઇ દોશી, નીતીનભાઇ મહેતા, હિમંાશુભાઇ મહેતા, પરેશભાઇ, નેમી દોશી, ભૂમિકા શાહ વિગેરેએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.