Abtak Media Google News

બેનામી પ્રોપર્ટી શોધવાની કામગીરી ચાલુ અને નોટબંધી વખતની તપાસો સ્થગિત રહેશે

આયકર વિભાગના નામથી થરથર કાંપતા કરચોરોના હૈયાને શાંતિ થાય તેવા સમાચાર આયકર વિભાગના અધિકારીઓના મોઢેથી સાંભળવા મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૫૦થી વધુ બેઠકો પર કબજો કરવો છે ત્યારે જ જો આયકર વિભાગની કનડગત વધી જાય તો પરિણામો ઉપર માઠી અસર પડવાની સંભાવના હોવાથી ગુજરાત આયકર વિભાગને ચૂંટણી સુધી શાંતિ રાખવાના આદેશ દિલ્હી દરબારમાંથી મળી ગયા છે. જોકે આ સમય દરમિયાન કરચોરો અને જેમની પાસે કરોડો રૂપિયાનું કાળું નાણું છે તેઓ પોતાના રૂપિયા સગેવગે કરી દેશે. આ સમયગાળા દરમિયાન આયકર વિભાગના અધિકારીઓ એવા મોટા કરચોરો કે જે તેમની રડારમાં છે તેમના તમામ આર્થિક વ્યવહારો ઉપર વોચ રાખી તેના ઉપર ત્રાટકવાનું સંપૂર્ણ હોમવર્ક કરી લેશે. જેથી ચૂંટણી બાદ તેમની ઉપર ત્રાટકી શકાય.

દેશભરના રાજકીય અગ્રણીઓનું સ્થાન હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપર છે. ત્યારે જ આયકર વિભાગના સપાટામાં કોઇ વેટ બેંકને નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તમામ સિનિયર અધિકારીઓને જૂની ચાલતી તપાસ શાંતિથી પૂરી કરવા અને જે મોટા કરચોરો છે તેમની વિગતો એકત્રિત કરવાની પરંતુ કોઇ જ દરોડા નહિ પાડવા સુચના આપી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.