Abtak Media Google News

શોર્ટ રેન્જના પરમાણુ શસ્ત્રો પર આતંકવાદીઓનો ડોળો: રક્ષણ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ ઉંધામાથે

ગત સપ્તાહે પાકિસ્તાનના વડાપ્રધાન અબ્બાસીએ પાકિસ્તાનના પરમાણુ હથિયાર સુરક્ષીત હોવાનો દાવો કર્યો હતો. આ પરમાણુ હથિયાર ઉપર કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમનું નિયંત્રણ હોવાનું તેમણે કહ્યું હતું. ત્યારે ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટીસના રિપોર્ટ અનુસાર પાકિસ્તાને આતંકવાદીઓના ડરથી દેશમાં નવ સ્થળે પરમાણુ હથિયારો છુપાવી દીધા છે. ઘણા સમયથી પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો ઉપર આતંકવાદીઓનો ડોળો હોવાનું માનવામાં આવે છે. અમેરિકા, બ્રિટન સહિતના દેશોની સુરક્ષા સંસ્થાઓએ આ મામલે ચેતવણીઓ પણઆપી છે. ભારત સરકાર દ્વારા તો પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોની સુરક્ષા મુદ્દે વખતો વખત ચિંતા વ્યકત કરવામાં આવે છે.

ત્યારે પાક. પોતે પણ હવે પોતાના જ પરમાણુ શસ્ત્રોની સુરક્ષા મુદ્દે અવઢવમાં પડયું છે.

હાલ પાકિસ્તાન શોર્ટ રેન્જના ન્યુકલીયર મિસાઈલ વિકસાવે છે. આ શાસ્ત્રો એસેમ્બલ કરવા અને ટ્રાન્સપોર્ટ કરવા સરળ હોવાથી આતંકવાદીઓ કબજો કરી લે તેવી દહેશત છે. એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાને ટૂંકાગાળામાં ૧૩૦-૧૪૦ પરમાણુ શસ્ત્રો બનાવ્યા છે. આ શસ્ત્રો પાકે. ભિન્ન-ભિન્ન ૯ ઠેકાણે છુપાવી દીધા છે. અલબત ગમે તેટલી સુરક્ષાના દાવા છતાં પાકિસ્તાનના આ શસ્ત્રો આતંકવાદીઓ હાસલ કરી લે તેવું જોખમ હંમેશા રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.