Abtak Media Google News

આશા બહેનો પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ઘરે ઓઆરએસનું વિતરણ કરશે: બાળકને ઝાડા થયા હોય તો ૧૪ દિવસ ઝીંકની ગોળી આપવી જરૂરી

જિલ્લામાં તા.૨૧ થી સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ ઉજવણી તા.૩ ઓગસ્ટ સુધી કરવામાં આવશે તેમ રાજકોટ જિલ્લાનાં મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

દેશમાં વર્ષે ૧.ર૦ લાખથી વધારે બાળકો ઝાડાના કારણે મૃત્યુ પામે છે. મૃત્યુ મોટેભાગે ઉનાળા અને ચોમાસાના મહિનામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને આર્થિક રીતે પછાત પરિવાર ઝુંપડપટ્ટીઓ, સ્લમ વિસ્તારના બાળકો સૌથી વધારે ઝાડાના રોગથી પ્રભાવિત થાય છે. ઝાડાના કારણે થતા તમામ મૃત્યુને ઓ.આર.એસ. (અરોલ રીહાઈડ્રેશન સોલ્યુશન) ઝીંક ટેબલેટ અને સાથે સાથે બાળકોને પૂરતો સ્વચ્છ પોષણયુક્ત પૌસ્ટિક આહાર પ્રદાન સુનિશ્ચિત કરવાથી શરીરમાંથી પાણી અને જરૂરી ક્ષારોનું પ્રમાણ જાળવી શકાય છે. સ્વચ્છ પાણી, સ્તનપાન, યોગ્ય પોષણ આહાર તેમજ સ્વચ્છ વાતાવરણ, હાથ ધોવાની આદત દ્વારા પણ ઝાડાનો ફેલાવો અટકાવી શકાય છે.

બાળકોમાં ઝાડાના કારણે થતા મરણનું પ્રમાણ વધારે હોવાના કારણે તેને નિયંત્રિત કરવા માટે એક વિશેષ અભિયાન વર્ષ ર૦૧૪ થી સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયું (આઈડીસીએફ) માટે પખવાડિક ઉજવણીના સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ તા.ર૧ જુલાઇથી ૩ ઓગસ્ટ ર૦ર૦ દરમિયાન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનો એકમાત્ર ઉદ્દેશ બાળકોમાં ઝાડાના કારણે થતા મૃત્યુનો દર વધુમાં વધુ નીચે લઈ જવાનો છે. ર૧ જુલાઇ થી ૩ ઓગષ્ટ ર૦ર૦ દરમિયાન ખૂબ જ સઘન આયોજન દ્વારા રાજકોટ જિલ્લામાં અમલીકરણ કરવામાં આવનાર છે. જેમાં ઝાડાની બીમારીની ઓળખ અને નિયંત્રણ માટે સામુદાયિક સ્તરે સજાગતા કેળવવાની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ઝાડાની બીમારીની સારવાર, ઓ.આર.એસ. ઝીંક કોર્નર બનાવવામાં આવશે. આશા બહેનો દ્વારા પાંચ વર્ષથી ઓછી વય જુથના બાળકોના ઘરે ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવશે. જનસમુદાય માટે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત જાગૃતિ કેળવવા માટે આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી વર્કર બહેનો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં આ અંગે જનસમુદાયમાં જાગૃતિ લાવવા સઘન પ્રયત્નો કરવામાં આવશે તેમ રાજકોટ જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એન.ભંડેરીએ જણાવ્યું છે.

સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયું ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ૦ થી ૫ વર્ષના બાળકોના થતાં મૃત્યુરના કારણમાં ૧૫ ટકા ઝાડા રોગ ભાગ ભજવે છે. આ દરને શૂન્યએ કરવાનો છે અને બાળકોને ઝાડાની સારવારમાં ઓઆરએસ અને ઝીંકનો વપરાશ વધારવો તેમજ ૫ વર્ષથી નાના બાળકોમાં થતા ઝાડાના નિયંત્રણ અને સારવારને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સા૫હન આપવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. ઝાડાની સારવાર માટે જનજાગૃત્તિ ફેલાવવા સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયા દરમિયાન લોકોને કેટલાક સુચનોની અમલવારી કરવા મુખ્યટ જિલ્લા આરોગ્ય અધિકારીએ અપીલ કરી છે. ઝાડા થાય ત્યારે તાત્કાલિક ઓઆરએસ અને વધારે પ્રમાણમાં પ્રવાહી આપવાનું ચાલુ કરી દેવું જોઇએ અને ઝાડા મટી જાય ત્યાંા સુધી આપવાનું ચાલુ રાખવું જોઇએ. જે બાળકને ઝાડા થયા હોય તે બાળકને ઝીંકની ગોળી ૧૪ દિવસ સુધી આપવી જોઇએ અને ઝાડા બંધ થઇ જાય તો પણ બાળકને ઝીંકની ગોળી ૧૪ દિવસ સુધી આપવી જ જોઇએ. બાળકોને ઝાડાની સારવારરૂપે ઓ.આર.એસ. અને ઝીંકની ગોળીનો ઉપયોગ કરવો એ સલામત ઉપાય છે અને બાળકને ઝાડામાંથી ઝડપથી સાજુ કરી દે છે. બાળકના મળનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવો જોઇએ. સ્ત નપાન ચાલુ રાખવું અને વધારે માત્રામાં પ્રવાહી ઝાડા દરમિયાન અને ઝાડા મટી ગયા પછી પણ આપવાનું ચાલુ રાખવું જોઇએ. શુધ્ધ (ચોખ્ખુ) પાણીનો પીવા માટે ઉપયોગ કરવો. માતાએ જમવાનું બનાવતા પહેલા બાળકને જમાડતા પહેલા અને બાળકનું મળ સાફ કર્યા પછી પોતાના હાથ સાબુ વડે ધોવા જોઇએ. આ ખાસ ઝુંબેશના ભાગરૂપે ઝાડા નિયંત્રણની સારવારમાં ઓ.આર.એસ અને ઝીંકની સારવાર માટે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહયો છે.  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એન.ભંડેરીએએ જણાવ્યું હતું કે, બાળકોને ઝાડા થયા હોય ત્યાલરે ઓ.આ.એસ.ઝીંકની સારવા માટે ગામના આશા બહેન, આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે. ઝાડા માટે ઓ.આ.એસ. અને ઝીંકની ગોળીઓ આપવી જરૂરી છે. ઝાડા દરમિયાન માતાનું દુધ અને પ્રવાહી પદાર્થ આપવાનું ચાલુ રાખવુ જોઇએ. અને ૧૪ દિવસ સુધી બાળકને ઝિંકની ગોળીઓ આપવી જોઈએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા દ્વારા જીલ્લાના તમામ ૩૪૪ સબસેન્ટર કક્ષાએ મમતા દિવસે ઝાડા નિયંત્રણ માટે ઓ.આર.એસ. અને ઝીંક આપવાની સાચી રીત અને ૬ માસ સુધી ફકત સ્તનપાન અંગે અને હાથ ધોવા અંગેની સાચી રીત આરોગ્ય કાર્યકર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.