Abtak Media Google News

૪૨૫ પર ઈસ્યુ થયેલો શેર ૬૫ ટકાના બ્લોકબસ્ટર પ્રિમીયમ સાથે રૂ.૬૭૦ પર લિસ્ટ થઈ ઈન્ટ્રાડેમાં ૮૦૩ સુધી ઉંચકાયો

કેમીકલ ઈન્ડસ્ટ્રીમાં આઈપીઓ લઈને આવેલી રોસારી બાયોટેકનું આજે બમ્પર લીસ્ટીંગ થયું હતું. આજે સેન્સેકસમાં લીસ્ટીંગ સમયે ખુલતાની સાથે જ ૫૮ ટકા એટલે કે, રૂા.૨૪૫ સુધી શેર ઉછળ્યો હતો. ત્યારબાદ ૯૦ ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો. શેરનો ભાવ રૂા.૮૦૩ની ટોચે પણ પહોંચ્યો હતો. મહામારી વચ્ચે લાંબા સમયે રોકાણકારોને આઈપીઓમાં રોકાણ માટેની સારી તક મળી હતી.

Advertisement

ગ્રે માર્કેટમાં પણ રોસરી બાયોટેકનું લીસ્ટીંગ ૪૦ ટકા જેટલું ઉંચુ થશે તેવી વાતો વહેતી થઈ હતી. વર્તમાન સમયે નિષ્ણાંતોએ પ્રોફીટ બુકિંગ કરવાની સલાહ આપી છે. અલબત કેટલાક રોકાણકારો આ કંપનીને લાંબી રેસનો ઘોડો પણ માની રહ્યાં છે. આજે એક તરફ બજાર અસમંજસમાં હતું ત્યારે બીજી તરફ રોસરી બાયોટેકના આઈપીઓમાં થયેલા લાભથી રોકાણકારોને બખ્ખા થઈ ગયા હતા. નોંધનીય છે કે, ૧૪ જુલાઈથી ૧૫મી જુલાઈએ ખુલેલા રોસરી બાયોટેકના આઈપીઓમાં રોકાણકારોને રૂા.૪૨૫ના ભાવે શેર ઈસ્યુ કરવામાં આવ્યા હતા. રૂા.૪૯૬ કરોડનો કેમીકલ કંપનીનો આ આઈપીઓ ૭૯.૩૭ ગણો સબસ્ક્રાઈબ થયો હતો. કેટેગરી મુજબ તો ક્યુઆઈબી સેકશનનું ભરણું ૮૫ ગણુ અને એનઆઈઆઈઆઈ કેટેગરીમાં ૨૩૯ ગણી તેમજ રીટેલ કેટેગરીમાં ૭.૨૩ ટકા ગણો ભરાયો હતો. માર્ચમાં આવેલા એસબીઆઈ કાર્ડના આઈપીઓ બાદ આજે લીસ્ટ થયેલા રોસરી બાયોટેકના આઈપીઓને એકસીસ, કેપીટલ અને આઈસીઆઈસી સિક્યુરીટીએ મેનેજ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.