Abtak Media Google News

સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આયોજીત બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ: ભાજપ શાસિત નગરપાલિકાઓના પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓના નામની પસંદગી કરવાની પ્રક્રિયા

ગાંધીનગર કમલમ્ ખાતે આજથી બે દિવસીય સંસદીય સમીતીની બેઠકનો પ્રારંભ થઈ ચૂકયો છે. આ બેઠકમાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રૂપાલા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીઓ તથા પ્રદેશ અગ્રણીઓ પણ હાજરી આપી હતી. આગામી દિવસોમાં ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના હોદેદારોની મુદત પૂરી થઇ રહી છે ત્યારે ભાજપા શાસિત નગરપાલિકાઓના પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓના નામની પસંદગી કરવાની પ્રક્રિયા આ સંસદીય સમિતીની બેઠકમાં હાથ ધરવામાં આવશે.

Advertisement

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજરોજ દેશના પૂર્વ પ્રધાનમંત્રી, ભારત રત્ન અટલ બિહારી બાજપાઈજીની પુણ્યતિથીએ શ્રદ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે,આદરણીય બાજપાઈજી મારાં જેવાં લાખો કાર્યકર્તાઓનાં પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે.તેઓએ મુલ્યો અને આદર્શોના આધાર ઉપર ભારતમાં સુશાસનના નવા યુગની શરૂઆત કરી હતી. જનસંઘના સંઘર્ષકાળથી લઇ આજ સુધીમાં ભાજપાને વટવૃક્ષ બનાવવામાં તેમનું યોગદાન અમુલ્ય રહ્યું છે. પાટીલે જણાવ્યું હતું કે, લોકતાંત્રિક મુલ્યો પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતા અને રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ આપણાં સૌને દેશહિત અને જનહિત માટે સદાય કાર્ય કરતા રહેવાની પ્રેરણાં આપતાં રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.