Abtak Media Google News

સમાજના દિકરા-દિકરીઓ માટે આધુનિક સુવિધા સાથે જીવન સાથી પસંદગી સંમેલન  યોજાશે: રૂબરૂ રજીસ્ટ્રેશન કરવા અનુરોધ

દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને સમસ્ત ખવાસ  રજપુત સમાજ રાજકોટ દ્વારા દિકરા-દિકરીઓ માટે આધૂનિક સુવિધા સાથેનું વેવિશાળ કેન્દ્ર રૈયારોડ, સીટી સેન્ટર પાસે, અંડરબ્રીજ નજીક, સદગુરૂ માર્કેટ, ત્રીજા માળે, પટેલ રેસ્ટોરન્ટની બાજુમાં શરૂ થઈ રહ્યું  છે. તેની વિશેષ માહિતી આપવા ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત આપવા આવેલા આગેવાનોએ વિશેષ વિગતો આપી હતી.

સૌરાષ્ટ્ર – કચ્છ તથા સમગ્ર ગુજરાતમાં વસતા જ્ઞાતિબંધુઓ  માટે આધુનિક વિચારધારાથી સભર આધુનિક માનસિકતા સાથેનું આધુનિક જીવનસાથી પસંદગી સંમેલન સમાજના લગ્નલાયક દીકરા/દીકરીઓને માર્ગદર્શન સાથે મનપસંદ સુપાત્ર મળી રહે એવા શુભ આશયથી આસ્થા એજ્યુકેશન વાળા નરેન્દ્રભાઇ ચૌહાણના સહયોગથી રાજકોટ ખાતે વેવિશાળ કેન્દ્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ શિક્ષિત-અશિક્ષિત, કુંવારા, વિધવા – વિધુર, ત્યક્તા , છુટાછેડા તેમજ શારીરિક ખોડખાપણ વાળા ભાઇ બહેનો ફોર્મ ભરો શકશે તેમજ સમાજના અપરિણીત યુવક-યુવતીઓ માટે દર મહિનાના છેલ્લા રવિવારે પરિચય મેળાનું પ્રયોજન પણ થશે આપણાં સમાજના આરાધ્ય દેવ સંત દેશળભગતના આશિર્વાદ થકી લગ્ન બાદ દાંપત્ય જીવન સુખમય રીતિરીવાજ સાથે દીકરા – દીકરીઓ સંપૂર્ણ જવાબદારી નિભાવે એની દેખરખ સંસ્થા તરફથી રાખવામાં આવશે રજીસ્ટ્રેશન માટે રુબરુ આવવાનું રહેશે.રૈયારોઙ સીટી સેન્ટર પાસે અન્ડરબ્રિજ નજીક સદગુરુ માર્કેટ ત્રીજો માળ પટેલ રેસ્ટોરન્ટની બાજુમા.રાજકોટ ખાતે   સોમવાર થી શનિવાર સવારે 11:00 થી 1:00 સાંજે 5:00 થી 7:00. સુધી  બહારગામથી આવતા જ્ઞાતિબંધુઓને ફોન કરીને આવવા વિનંતી  કરાઈ છે.

સમાજના આ ભગીરથ કાર્યમા કાનાભાઇ ચૌહાણ, નરેન્દ્રભાઇ ચૌહાણ, મોનાલીબેન ચૌહાણ , અરવીંદભાઈ વાઘેલા, સાવનભાઇ રાઠોડ, ખિલનભાઇ ભટ્ટી, સુરેશભાઇ ચૌહાણ , ચેતનભાઇ સોલંકી , રાજભાઇ સોઢા, પ્રિયાંકભાઈ ચૌહાણ, એડવોકેટ ધર્મેશભાઈ ચાવડા, વર્ષાબેન ચાવડા , અશ્વિનભાઈ ચૌહાણ, ગૌરવભાઇ ગોહિલ જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ માહીતી માટે કાનાભાઈ ચૌહાણ : 94092 00800, 96875 00888 નરેન્દ્રભાઈ ચૌહાણ : 9033029675 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.