અમદાવાદ એરપોર્ટ પર નવા કાર્ગો ટર્મિનલના કામનો આરંભ

30 વર્ષમાં કાર્ગોની થનારી વૃધ્ધીને ધ્યાનમાં રખાઈ: નવા કાર્ગો ટર્મિનલનો પ્રથમ તબક્કો લગભગ 1 વર્ષમાં તૈયાર થશે

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે નવા કાર્ગો ટર્મિનલનું બનાવવાનું કામ શરૂ થયું છે. આગામી 30 વર્ષમાં થનારી કાર્ગો વૃદ્ધિને ધ્યાનમાં રાખીને નવા ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાનું કામ એક વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે.

જટઙઈં એરપોર્ટ હંમેશા મુસાફરો અને કાર્ગો પરિવહનની માંગને પૂર્ણ કરવા બાબતે ધ્યાન કેન્દ્રિત કરતું રહ્યું છે. ટર્મિનલની ઈમારતોમાં મુસાફરોની સુવિધાઓ વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મોટી એર કાર્ગો સુવિધા બનાવવાનું વિશાળ કાર્ય ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહ સાથે શરૂ કરવામાં આવ્યું. નવા કાર્ગો ટર્મિનલનું કામકાજ લગભગ એક વર્ષમાં પૂર્ણ થશે.ઉપલબ્ધ માહિતી મુજબ અખઉ એરપોર્ટ ખાતે વર્ષ 2019માં 115000 ટન કાર્ગોની પ્રક્રિયા કરવામાં આવી હતી. નવી સુવિધા ભવિષ્યમાં થનારી કાર્ગો વોલ્યુમની વૃદ્ધિને પહોંચી વળવા માટે અંદાજે 30 વર્ષ સુધી સક્ષમ રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

નવું ‘સેમી-ઓટોમેટેડ’ ઈન્ટિગ્રેટ કાર્ગો ટર્મિનલ (ઈંઈઝ) આશરે 33,000 ચો.મી. બિલ્ટ-અપ વિસ્તારમાં ફેલાયેલુ છે. સૂચિત કાર્ગો કોમ્પ્લેક્સ પ્રથમ તબક્કા દરમિયાન જૂન 2023 સુધીમાં આશરે 21,000 ચો.મી બિલ્ટ-અપ વિસ્તારમાં કાર્યરત થશે.

નવું ઈન્ટીગ્રેટેડ કાર્ગો ટર્મિનલ ડોમેસ્ટિક કાર્ગો, ઇન્ટરનેશનલ કાર્ગો, એક્સપ્રેસ કુરિયર, કોલ્ડ ચેઇન ફાર્મા અને પેરીશેબલ કાર્ગોને એક જ છત હેઠળ આવરી લઈ હેન્ડલ કરવા માટે સક્ષમ હશે. વિશ્ર્વસ્તરીય સુવિધાઓથી સુસજ્જ ઈંઈઝ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને ઈનબાઉન્ડ અને આઉટબાઉન્ડ કાર્ગોની સેવાઓને ઝડપી બનાવી ઈ-કોમર્સ લોજિસ્ટિક્સ બિઝનેસને મદદરૂપ થશે.