Abtak Media Google News

ઈન્ડોનેશીયા તરફથી પામ ઓઈલ, આર્જન્ટીના પાસેથી સોઈ ઓઈલ અને યુક્રેન પાસેથી સન ફલાવર ઓઈલની ખરીદી કરી શકે છે ભારત

કેન્દ્ર સરકાર મલેશિયાથી આવતી અનેકવિધ ચીજ-વસ્તુઓ જેવી કે પામ ઓઈલ પર થતી આયાતને ઘટાડશે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. વિગતવાર વાત કરવામાં આવે તો કાશ્મીર મુદ્દે જે રીતે મલેશિયાએ ટીપ્પણી કરી હતી તે જોતા ભારત દેશ દ્વારા સાઉથ ઈસ્ટ એશિયન દેશોથી કરવામાં આવતી નિકાસને ઘટાડવા અથવા તો પ્રતિબંધ મુકવા માટેની પહેલ હાથધરી છે. દેશ પામ ઓઈલનાં આયાત ઉપર નિયંત્રણ મુકવા માટે હાલ પ્રયત્નો કરી રહી છે. કયાંક સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર આયાત ઘટાડવાનાં બદલે તેનાં પર પૂર્ણવિરામ મુકવાનો વિચાર કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વાણિજય મંત્રાલય દ્વારા આ અંગેની વિગતો મળવાપાત્ર રહી હતી. સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર હાલ આ તમામ મુદાઓ વિચારણા હેઠળ હોવાથી તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકાર મલેશિયાનાં વડાપ્રધાન મહાતીર મોહમંદ દ્વારા જે જમ્મુ-કાશ્મીર મુદ્દે ટીપ્પણી કરવામાં આવી હતી ગત માસ યુનાઈટેડ નેશનમાં તે જોતા ભારતે કડકાઈથી મલેશિયાથી આયાત થતી ચીજ-વસ્તુઓ ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો હતો. સુત્રોનાં જણાવ્યા અનુસાર દેશ દ્વારા આયાત પર પ્રતિબંધ મુકવાનાં સાંકેતિક ચિન્હથી દેશ મલેશિયાને તેમનાં દ્વારા કરવામાં આવેલા વ્યવહારને અયોગ્ય ઠરાવવા બદલ કરવામાં આવેલું હોય તે દિશામાં વાત ચાલી રહી છે. ભારત દેશ ખાદ્ય તેલનો સૌથી મોટો વપરાશકર્તા દેશ છે ત્યારે મલેશિયાથી આયાત થતા પામ ઓઈલ પર પ્રતિબંધ લાદતા દેશ હવે ઈન્ડોેનેશિયા અર્જન્ટીનાં અને યુક્રેઈન પાસેથી ખાદ્ય તેલ ખરીદશે જો આ સ્થિતિ નિર્માણ પામશે તો મલેશિયા માટે આ સારા સમાચાર ન કહી શકાય. વાર્ષિક ભારત દેશ ૯ મિલિયન ટન પામ તેલની ખરીદી કરતું હોય છે ત્યારે ૨૦૧૯નાં પ્રથમ ૯ માસમાં ભારતે મલેશિયા પાસેથી સૌથી વધુ પામતેલ ખરીદયું છે જેનો આંકડો ૩.૯ મિલિયન ટનનો રહ્યો છે. આ આંકડો મલેશિયન પામ ઓઈલ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે.

Advertisement

ભારત દેશ દ્વારા પામ ઓઈલની આયાત ઘટાડવા જે સુચન કરવામાં આવ્યું છે તે અંગે મલેશિયાનાં પ્રધાનમંત્રીએ ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે, તેઓને આ અંગે કોઈપણ અધિકૃત સંદેશો મળ્યો નથી. આ તકે મુંબઈ સ્થિત તેલ ઉત્પાદકોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મલેશિયાથી પામ ઓઈલની આયાતમાં જો ઘટાડો કરવામાં આવશે તો તેની કોઈ માઠી અસર ખાદ્ય તેલની ખરીદી કે આયાત ઉપર નહીં પડે. જેનું કારણે એ છે કે, ઈન્ડોનેશિયા સૌથી વધુ પામ ઓઈલ ભારતને વહેંચવા માંગે છે જયારે ભારત અર્જનટીનાં પાસેથી સોઈ ઓઈલ અને યુક્રેન પાસેથી સન ફલાવર ઓઈલ ખરીદી શકશે. ઈન્ડોનેશિયા દેશને પામ ઓઈલ આપવા માંગે છે જેની સામે ભારત પાસેથી ઈન્ડોનેશિયા ખાંડની ખરીદી કરવા માટેનું પણ સુચવ્યું છે. એવી જ રીતે ભારત દેશ તર્કી પાસેથી પણ આયાત ઘટાડા અંગે વિચાર કરી રહ્યું છે. કારણકે અંકારા દ્વારા અનેકવિધ વખત જમ્મુ-કાશ્મીર મુદ્દે ટીપ્પણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.