Abtak Media Google News

રાજકોટ યુ.પી એસ સી. દ્વારા લેવાનાર સિવીલ સર્વિસ (પ્રિલીમિનરી) પરીક્ષા-2021 આગામી તા.10/10/2021 ના કલાક 09/30 થી કલાક 11/30 સુધી અને કલાક 14/30 થી કલાક 16/30 સુધી કુલ-16 પરીક્ષા કેન્દ્ર ખાતે – રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તાર વિસ્તારની જુદી-જુદી શાળાઓમાં લેવામાં આવનાર છે.

પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા વિધાર્થીઓને ખલેલ પહોંચાડે નહીં તથા પરીક્ષા દરમ્યાન કોઇ ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહી તે માટે તા.10/10/2021 ના કલાક 08/00 થી કલાક 18/00 સુધી પરીક્ષા કેન્દ્રો (શાળાઓ) માં પરીક્ષા લેવાનાર છે. તે તે કેન્દ્રો (શાળાઓ) ના કંપાઉન્ડમાં તેમજ તેની ચારેય બાજુની 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પડે તે માટે કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થશે નહીં કે શાળાઓ (કેન્દ્રો) માં પ્રવેશ કરશે નહીં કે વાહન લઈ જઈ શકશે નહીં કે લાવશે નહીં કે ચાર થી વધુ માણસો ભેગા થશે નહીં

શાળાઓ (પરીક્ષા કેન્દ્રો)ની આજુબાજુની 100 મીટરની ત્રીજયામાં કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહી કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહીં.

શાળા(પરીક્ષા કેન્દ્ર)માં પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગનું સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રોનીક સાધનો વિગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જવા નહી તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમા મોબાઈલ ફોન લઇ જવા નહીં.

શાળા (પરીક્ષા કેન્દ્રો) ના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-4 ના પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોકસાઇ પુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે અને તે ઓળખકાર્ડ સબંધિતોએ પહેરવાનુ રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત શાળાના (પરીક્ષા કેન્દ્રો) બિલ્ડીંગમાં પ્રવેશ કરી શકશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.