Abtak Media Google News

જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ પીજીવીસીએલ બેડીનાકા સબ ડીવીઝનના ઈજનેરો સાથે સતત સંપર્ક રાખી તાત્કાલીક ધોરણે ફોલ્ટ દૂર કરી વ્યવસ્થા કરાવી

ગઈકાલે શહેરમાં પડેલા નજીવા વરસાદે પીજીવીસીએલ તંત્રની પોલ ખોલી નાખી હતી વાયુ વાવાઝૉડાની આગાહીના પગલે જયારે સમગ્ર શહેરમાં પીજીવીસીએલ તંત્ર દ્વારા પ્રીમોન્સુન કામગીરી કરી વાયર અને ફીડર ટ્રાન્સફોર્મરને પડતર રૂપ ઝાડવાનું કટીંગ કરવાની કામગીરી પૂર્ણ રૂપથી ન કરતા ગઈકાલના વરસાદના પોપટપરા વિસ્તારમાં સબટેશન પર ઝાડવુ પડતા વિસ્તારનાં પોપટપરા, રઘુનંદન, જંકશન પ્લોટ, ગાયકવાડી સહિતના બેડીનાકા સબડીવીઝન નીચે આવતા વિસ્તારોમા ત્રણથી ચાર કલાક સુધી વિજ પૂરવઠો ખોરવાય ગયો હતો તેમ પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતુ.

તેઓએ ઉમેર્યું હતુ કે અસહ્ય ગરમી અને જયાપાર્વતીનું દિકરીઓને જાગરણ હોવાથી લોકો વિજળી જતા મુશ્કેલીમાં મુકાય ગયા હતા અને વિસ્તારના જાગૃત કોર્પોરેટર ગાયત્રી બા વાઘેલાને રજુઆત કરતા બેડીનાકા સબડીવીઝનના પીજીવીસીએલના ઈજનેર પોસીયા, સાથે વાત કરી તાત્કાલીક ધોરણે વિજ ફોલ્ટ દૂર કરવા અને વિજ પૂરવઠો શરૂ કરવા રજૂઆત કરાય હતી અને સતત ટેકનીકલ સ્ટાફ સાથે અને વિજ ફોલ્ટના સ્થળેથી લોકો સાથે સંપર્કમાં રહી રાત્રે ૧૦ વાગ્યેની આસપાસ વિજ પૂરવઠો પૂન: શરૂ કરાવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.