Abtak Media Google News

ત્રણ ફોન રાખ્યા હોવા છતાં ફરિયાદો મેળવવામાં સ્ટાફ પહોંચી ન શકયો: મતદાર સ્લીપ ન મળી હોવાની અનેક ફરિયાદો

લોકસભાની ચુંટણીમાં મતદાન અંગેની કોઈ પણ ફરિયાદ લેવા માટે ચુંટણીપંચે હેલ્પલાઈન નંબર ૧૯૫૦ની જાહેરાત કરી હતી પરંતુ રાજકોટ જિલ્લામાં આ હેલ્પલાઈન માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો જેમાં ત્રણ ફોન રાખવામાં આવ્યા હતા પરંતુ ફરિયાદોનો મારો એ હદે ચાલ્યો કે ત્રણેય ફોન વ્યસ્ત જ આવતા હતા. મોટાભાગની ફરિયાદો મતદાન સ્લીપ મળી ન હોવાની નોંધાઈ છે.

Advertisement

લોકસભાની ચુંટણીમાં આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મતદાનને લગતી કોઈ પણ સમસ્યા માટે ચુંટણીપંચે હેલ્પલાઈન નંબર ૧૯૫૦ જાહેર કરી હતી. જે છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે. આ હેલ્પલાઈન નંબર માટે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ ફોન રાખવામાં આવ્યા છે. આ ત્રણ ફોનમાં મતદાન અંગેની તમામ પ્રકારની ફરિયાદો લેવામાં આવી રહી છે પરંતુ ગઈકાલથી ફરિયાદોનો મારો એ હદે ચાલ્યો છે કે, ત્રણેય ફોન વ્યસ્ત આવવા લાગ્યા છે જેથી અનેક ફરિયાદીઓ હેલ્પલાઈનનો સંપર્ક પણ સાધી શકતા ન હોવાની રાવ ઉઠી છે.

જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા મતદાન અંગે તમામ ફરિયાદો મેળવવા માટે ખાસ પ્લાનીંગ કરીને ત્રણ ટેલીફોનની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ ફરિયાદોનો ધોધ વહેતા આ ત્રણેય ટેલીફોન ફરિયાદોને પહોંચી વળવા અસક્ષમ સાબિત થયા હતા. ફરિયાદ નોંધાવવા માટે મતદારો હેલ્પલાઈન ૧૯૫૦નો સંપર્ક સાધતા હતા પરંતુ હેલ્પલાઈન સતત વ્યસ્ત આવતી હોવાની અનેક રાવ ઉઠવા પામી છે. હેલ્પલાઈન ૧૯૫૦ને મોટાભાગની ફરિયાદો મતદાર સ્લીપ ન મળી હોવાની થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.