Abtak Media Google News

દુધનાં ધંધાર્થીઓને થતી કનડગત મામલે ઉપસરંપચ ટોળા સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા બાદ હોબાળો થતા નાયબ મામલતદાર ભાન ભૂલી બેફામ બન્યા

અમરેલી જિલ્લા ના લોકડાઉનનો  કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં પોલીસ તંત્ર ની  કામગીરી સારી છે. જેને કારણે લોકડાઉન ને પુરી સફળતા મળી છે પરંતું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંમાં સવારે દૂધ કલેક્ટ કરવાની અને સાંજે વેચાણ ની છૂટ આપવામાં આવી છે. તેવો પરિપત્ર લઇ ને  વડિયાના ઉપસરપચ છગનભાઇ ઢોલરીયા અને દૂધના વેપારી લોકડાઉનથી આજ સુધી સાંજે પણ કોઈ પ્રશ્ન વિના દૂધનુ વેચાણ કરતા હોય. કોઈ પ્રશ્ન પણ ના હોય છતાં નાયબ મામલતદાર વોરા દ્વારા તેને સાંજે ડેરો બંધ કરવાનું કહીને સવારે વહેંચાણ કરવાનું કહ્યું અને સાંજે ખોલશો તો સિલ કરી દઈશ તેવું જણાવતા લોકો પશુપાલકો અને ડેરી માલિકો ને પડતી સંભવિત મુશ્કેલીની રજુવાત કરવા અને એક સવાર ના સમય નો દૂધ ના ખરીદી વેચાણ નો પાસ આપવા ની બાબતે નાયબ મામલતદાર સમક્ષ રજુઆત કરવા ગયા હતા

ત્યારે  મીડિયા ના મિત્રો ને સાથે જોઈ નાયબ મામલતદાર દ્વારા   આ બાબતે દૂધ ની ડેરીઓ ધરાવતી દુકાનો માં સાંજે દૂધનું ખરીદી અને વેચાણ કરવાની ના પાડતા

વડિયા ના ઉપ સરપંચ છગન ઢોલરીયા અને નાયબ મામલતદાર વચ્ચે આ બાબતે  રકજક થઇ હતી. તેથી લોકો ના પ્રશ્ને ઉપસરપંચ દ્વારા અવાજ ઉઠાવતા નાયબ મામલતદાર  વોરા દ્વારા મીડિયા ના મિત્રો પણ તમારી સાથે લઇ ને આવો છો અને તમારી વિરુદ્ધ મા જાહેરનામા ભંગ ની ફરિયાદ કરું છું તેમ જણાવતા  મામલો વધુ બિચક્યો હતો. ત્યારે ખુદ મામલતદાર પોતાના મો પર માસ્ક પહેરેલ નહીં..ત્યારે ઓફિસ નુ વાતાવરણ જાણે  કોરોના રોગ ની તાલુકાના તંત્ર ને કે કર્મચારીઓ ને કોઈ ચિંતા જ ના હોય એમ પગ પર પગ ચડાવી અઈ ચાલુ રાખી આરામ ફરમાવતા અને મોબાઈલ મા વ્યસ્ત જોવા મળ્યા હતા તેના પણ ફોટા સામે આવ્યા છે ત્યારે તમામ મામલો થાળે પાડવાને બદલે તમે ગમે તેમ મીડિયા વાળા સાથે રાખી કેમ ચાલ્યા આવો છો ? કોને પૂછી ને મીડિયા ને લાવ્યા ? પત્રકારોને મામલતદાર કચેરીમાં પગ મુકવોજ નહીં..આવા શબ્દો ની વર્ષાઓ કરી નતનવા સવાલો થતા મામલો બિચક્યો હતો અને બંને પક્ષે ગરમા ગરમી નો માહોલ જોવા મળ્યો હતો. ઉપસરપંચ છગન ઢોલરીયા દ્વારા ગામના લોકો નો પ્રશ્ન ની રજુવાત કરવા આવ્યો છું હું ગામનો પ્રથમ નાગરિક છું… જાહેરનામા મા બંને ટાઈમ દૂધ ના ખરીદી વેચાણ નોં ઉલ્લેખ છે અને જો સાંજે દૂધની ખરીદી વેચાણ બંધ કરવા પરમિશન ના પાસ તમે ના આપો તો  પશુપાલકો દૂધ સંગ્રહ કરી શકે તેવી સ્થિતિ મા નથી અને લોકો ને સાંજે દૂધ ના મળે તો જીવન જરૂરિયાતની મહત્વ ની વસ્તુ એવી દૂધ ની અછત પડશે તો જાહેરનામા  મુજબ દૂધનું વેચાણ ચાલુ રાખો અંતે દૂધ ની પરમિશન નો મામલો ઉપસરપંચ, પત્રકારો અને તેની  સાથે ના લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હતો જો આવી રીતે તંત્ર  ગામડા ના આગેવાનો સાથે  ઉદ્ધતાઈ ભર્યું વર્તન  કરશે તો વેપારીઓ અને લોકો ને જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમા નહિ મળે અને લોકો ના ટોળા અછત ધરાવતી વસ્તુઓ ખરીદવા પડાપડી કરશે. તંત્ર ને આગેવાનો નો સહયોગ મળતો બંધ થશે તો તંત્ર ના પાપે અમરેલી જિલ્લા મા લોકડાઉનનો અવ્વલ નંબર ને બદલે સામે લોકો ના રોષનો ભોગ બનવું પડશે.

બીજી બાજુ ચાર્જ પરના નાયબ મામલતદાર ને જાણે મીડિયા ના મિત્રો સાથે કોઈ અંગત દુશ્મનાવટ હોય એમ કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મચારીને તેના નામ જોગ ૧૮૮ મુજબ ફરિયાદ નોંધાવતા મીડિયાને પણ છોડ્યું ના હતું. સમગ્ર મામલાનો યોગ્ય લોકહિત મા રસ્તો કાઢવાને બદલે કઈ રીતે મામલો બિચકે તેમાં રસ હોય તેવું જણાઈ રહ્યું છે. જો આ રીતે તંત્ર કામ કરશે તો પ્રજા, આગેવાનો, વેપારીઓ, સરપંચો અને મીડિયા નો સાથ મળતો બંધ થશે અને લોકડાઉન નિષ્ફળતા તરફ લઇ જશે અને કોરોનાનો પગ પેસારા ને તંત્ર ના પાપે આમંત્રણ મળશે તેવું વડિયા મામલતદારના કર્મચારીઓ માંથી અનુમાન જણાઈ રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.