હનીટ્રેપમાં ફસાવી નિવૃત્ત શિક્ષકનું મકાન પચાવી પાડનાર છ શખ્સો વિરુદ્ધની ફરિયાદનો મામલો પીએમ સુધી પહોંચ્યો

વિપ્ર વૃધ્ધના મોત બાદ પરિવાર ન્યાય માટે વિવિધ વિભાગોને કરી રજુઆત

 

અબતક,જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ

ગોંડલ હની ટ્રેપમાં ફસાયેલા નિવૃત શિક્ષકનું સર્વસ્વ લૂંટાય ગયા પછી અને તેઓના નિધન પછી પણ પરિવાર ને ન્યાય ન મળતો હોય બનાવ અંગે પીએમઓ દફ્તરના દ્વાર ખખડાવામાંં આવ્યાં છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ભોજરાજપરા અંબીકાનગરમાં રહેતા સ્વ. હરસુખલાલ પંડ્યા સાથે પ્રથમ લોકડાઉન સમયે હનીટ્રેપ રચી તેના મકાનનો દસ્તાવેજ કરાવી સર-સામાન સાથે મકાન પચાવી પાડનાર મોટા દડવા ગામનાં નયનપરી પ્રતાપપરી ગૌસ્વામી અને સહિત 6(છ) શખ્સો વિરુદ્ધ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં હરસુખલાલ પંડ્યા નાં પુત્ર કપિલભાઈ પંડ્યા એ અરજી કરી જીલ્લા પોલીસ વડા બલરામ મીણાને રૂબરૂ મળી સઘણી હકીકત જણાવેલ બાદમાં તેઓની સૂચનાથી ગોંડલ સીટી પોલીસને તપાસ સોંપવામાં આવી હતી અને પોલીસની મધ્યસ્થી સમાધાન મુજબ નયનપરી એ મકાનનો કબ્જો સોંપવાનો હોય અને નયનપરી એ પચાવી પાડેલ મકાન ઉપર લોન લઈ લીધેલ હોવાથી તે બાબતે જે રીતે સમાધાન પોલીસ સ્ટેશનમાં પોલીસે કરાવેલુ પરંતુ નયનપરી તે સમાધાન મુજબ મકાનનો કબ્જો  આપતો ન હોય કપીલભાઈ પંડ્યા દ્વારા એસ.પી., આઈ.જી, રાજકોટ કલેક્ટર, રાજ્ય પોલીસ વડા, ગૃહમંત્રી, મુખ્યમંત્રી, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, રાજ્યસભાનાં સાંસદ રામભાઈ મોકરીયા તેમજ પીએમઓ દફતર સુધી ફરિયાદ કરવામાં આવી છે.