Abtak Media Google News

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

મુંબઈમાં રહેતા અને હીરાના વેપારી કોચીવુલી-ભાવનગર ટ્રેનમાં ભાવનગર જતા હતા. ત્યારે અમદાવાદ બાદ તેમને નીંદર આવતા આઈફોન ચાર્જીંગમાં મુકી સુઈ ગયા હતા. જેમાં જોરાવરનગર રેલવે સ્ટેશન આવતા તેમને રૂપીયા 65 હજારનો મોબાઈલ ચોરાયાની જાણ થતા સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ટ્રેનોમાં ચાલુ ટ્રેને ચોરીની અનેક વારદાતો સામે આવે છે. જેમાં મુંબઈથી ભાવનગર જતી ચાલુ ટ્રેનમાંથી રૂપીયા 65 હજારની કિંમતનો આઈફોન ચોરાયાનો બનાવ બન્યો છે. બનાવની સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ મુંબઈના વીલેપાર્લેમાં રહેતા 31 વર્ષીય પ્રીયુલ રાજેન્દ્રભાઈ સવાણી હીરાના વેપારી છે. તા. 21ના રોજ રાત્રે તેઓ મુંબઈના વસઈથી કોચીવુલી-ભાવનગર ટ્રેનમાં બેસી ભાવનગર જતા હતા. જેમાં અમદાવાદ રેલવે સ્ટેશન આવતા તેઓને નીંદર આવતા તેઓ પોતાનો આઈફોન ચાર્જીંગમાં મુકી સુઈ ગયા હતા. જેમાં જોરાવરનગર રેલવે સ્ટેશન આવતા તેઓ જાગી જતા મોબાઈલ ચોરાયાની જાણ થઈ હતી. આથી પ્રીયલ સવાણીએ ભાવનગર પહોંચી રેલવે પોલીસને રૂપીયા 65 હજારની કિંમતનો આઈફોન ચોરાયાની જાણ કરી હતી. આથી ભાવનગરથી આ ફરીયાદ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન નોંધાઈ હતી. ચોરાયેલા આઈફોનના ઈએમઆઈઈ નંબરના આધારે ટ્રેસીંગ કરી વધુ તપાસ સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકના પીએસઆઈ ડી.જે.સોલંકી ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.