Abtak Media Google News

મટન-મચ્છીની દુકાને એકઠા થતાં કુતરા કરતા હોવાથી સમજાવવા જતા થયેલા ઝઘડાના કારણે હત્યા કર્યાની કબુલાત

અબતક,રાજકોટ

કુવાડવા રોડ પર આવેલા સાત હનુમાનજી મંદિર પાછળ સોખડા રોડ પર ભરવાડ યુવાનને નોનવેજના ધંધાર્થી સહિત પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થયેલા ચાર શખ્સોને કુવાડવા પોલીસે ઝડપી પૂછપરછ કરતા મટન-મચ્છીની દુકાને એકઠાં થતાં કુતરા કરડતા હોવા અંગે થયેલી બોચાલાલીના કારણે થયેલા હુમલા યુવાનની હત્યાની કબુલાત આપી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોખડા ગામે રહેતા છગનભાઇ ઘેલાભાઇ ઝાપડા નામના 28 વર્ષના ભરવાડ યુવાન પર માલીયાસણ ગામના અસલમ ફકીર, કાદરશા ફકીર, ગુલામ હુસેન ફકરી, સાત હનુમાન મંદિર પાછળ સોખડા રોડ પર રહેતા રવિ મોહન પરમાર અને ધર્મેશ રમેશ પરમાર નામના શખ્સોએ છરીથી હુમલો કરી હત્યા કર્યાની મૃતકના ભાઇ મોતીભાઇ ઘેલાભાઇ ઉર્ફે ગેલાભાઇ ઝાપડાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

છગનભાઇ ઝાપડાની હત્યાના ગુનામાં માલીયાસણના કાદશા ફકીર, ગુલામહુસેન મામદશા ફકીર, ધર્મેશ રમેશભાઇ પરમાર અને રવિ મોહનભાઇ પરમાર નામના શખ્સોની પી.આઇ. એન.એન.ચુડાસમા, પી.સ.આઇ. પી.જી.રોહડીયા, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઇ ગઢવી, કિશોરભાઇ પરમાર, અરવિંદભાઇ મકવાણા અને વિરદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે. ચારેયની પૂછપરછ દરમિયાન સોખડા રોડ પર મટન-મચ્છીની દુકાન હોવાથી તેઓ કુતરાને નોનવેજનો એઠવાડ ખાતા હોવાથી મોટી સંખ્યામાં કુતરા એકઠા થાય છે. છગનભાઇ ઝાપડાના કાકા સગરામભાઇને કુતરો કરતા તેઓ ધારિયા સાથે ઝઘડો કરવા આવતા તેના પર છરીથી હુમલો કરી હત્યા કર્યાની કબુલાત આપી છે.

હુમલા દરમિયાન અસલમશા રસુલશા ફકીર ઘવાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેના પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ ધરપકડ કરાશે તેમ પોલીસસુત્રો જણાવી રહ્યા છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.