Abtak Media Google News

વર્ષ ૧૩-૧૪ ના ઓડીટ દરમિયાન વિગતોદ બહાર આવી ખાતરના પૈસા વાપરી બાદમાં જમા કરાવ્યા હતા.

રામપરા સેવા સહકારી મંડળીના મંત્રીએ નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ના સમયમાં ડીએપી ખાતર ૨૦ ટન મંડળીના નામે લઇ મંડળીમાં ૧૫ ટન બતાવ્યું હતું. જયારે યુરીયા ખાતરના વેચાણના પૈસા અંગત ઉપયોગમાં વાપર્યા હતા. આ નાણા બાદમાં જમા કરાવીને નાણાકીય દુરવિનીયોગ કરાયો હોવાની વિગતો ઓડિટમાં બહાર આવતા ૧,૨૫,૬૨૫ના દુરવીનીયોગની ફરિયાદ જોરાવરનગર પોલીસ મથકે નોંધાઇ છે.

રામપરા ગામે આવેલી રામપરા સેવા સહકારી મંડળી સહકારી કાયદા મુજબ નોંધાયેલી સહકારી મંડળી છે. સરકારના નિયમ મુજબ સહકારી મંડળીઓએ દર વર્ષે ઓડિટ કરાવવાનું હોય છે. ત્યારે રામપરા સેવા સહકારી મંડળીનું તા. ૧-૪-૧૩ થી ૩૧-૩-૧૪ દરમિયાનના વર્ષનું ઓડિટ મદદનીશ સહકારી અધિકારી જે.જે.પારધીએ જે તે સમયે કર્યુ હતુ. આ ઓડિટ દરમિયાન મંડળીના મંત્રી વરસંગભાઇ ભગવાનભાઇ ચાવડાએ ૩૦-૬-૧૩ના રોજ મંડળીના નામે ૨૦ મેટ્રિક ટન ડીએપી ખાતરની ખરીદી કરી હતી. પરંતુ મંત્રીએ ૨૦ ટન ખાતર સ્ટોકમાં લેવાના બદલે ૧૫ ટન ખાતર જ સ્ટોકમાં લીધુ હતુ.

જયારે ખાતરની રકમ રૂપિયા ૧.૧૮ લાખ અને તેનું ૧૮ ટકા લેખે વ્યાજ ૩૭,૭૨૫ વ્યાજ ૩૦-૬-૧૩ થી ૮-૪-૧૫ સુધીમાં જમા કરાવ્યુ હતુ. આ ઉપરાંત તા. ૨૭-૧૨-૧૩ના રોજ વેચેલી યુરીયા ખાતરની થેલી નંગ ૨૫ના ૭૬૨૫ અને તેનું વ્યાજ ૧૭૬૫ પણ ૯-૪-૨૦૧૫ના રોજ જમા લીધા હતા. આ રકમ અંગત ઉપયોગ માટે લઇ મંડળીના નાણાનો દુરૂપયોગ કર્યાનું ઓડિટરના ધ્યાને આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.