Abtak Media Google News

શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકોને છેતરપિંડીનો ભોગ બનતા બચાવવા પ્રયાસ

કોરોના કોવિડ-૧૯ વાયરસ સામે લડવા માટે દેશના પ્રધાનમંત્રી દ્વારા લોકડાઉનની ફરજ પાડવામાં આવી છે.  ત્યારે લોકો ઘરે બેઠા પ્રખ્યાત ઓનલાઇન એપ્લીકેશનમાં પૈસા ચૂકવી મેમ્બરશીપ મેળવી મૂવી અને વેબ હિતરિત નિહાળનાર વર્ગ વધી રહ્યો છે. ત્યારે આવી એપ્લીકેશન ફ્રિમાં મેમ્બર બનાવવાની લીંક ફોરર્વડ કરી તેના દ્વારા કોમ્પ્યુટરના ભેજાબાજો પ્રાઇવેટ ડેટા ચોરી સાયબર ક્રાઇમ આચરવાના ગુનાઓમાં લોકો સયડામ નહિ તે માટે શહેર સાયબર ક્રાઇમ પોલીસના પી.આઇ. બી.એમ. કાતરિયા અને પી.આઇ. એમ.બી. ઔવસુરા સહિતના સ્ટાફે ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કોરોના કોવિડ-૧૯ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યા છે. ત્યારે તેના ફેલાવા પર કાબુ મેળવવા કેન્દ્ર સરકારે લોકડાઉનની અમલવારી કરી છે. જેના પગલે આમ જનતાને પોતાના ઘરમાં જ રહેવા અને બિનજરૂરી બહાર ન નિકળવા અનૂરોધ કરવામાં આવ્યો છે. લોકો પોતાના ઘરમાં રહી જુદી જુદી પ્રવૃતિઓ હાથધરી પોતાના પરિવારજનો સાથે સમય પસાર કરી રહ્યા છે. ત્યારે ઘણા નેટ રસિકો મોબાઇલ પર ડેેટાનો વપરાશ કરી ઓનલાઇન મૂવી, વેબસિરિઝ અને ગેમ રમવાનો લ્હાવો લેતા હોય છે.

આ સમયગાળામાં કોમ્પ્યુટર ભેજાબાજો અને હેકરો દ્વારા નેટમાં અનેક લોભામણી સ્કિમો બતાવી લોકોના એકાઉન્ટ માંથી અને તેમની ખાનગી વિગતો પણ ચોરી તેના દૂર પયોગ કરી અનેક ગુનાઓ આચરણમાં આવતા હોય છે.

ઓનલાઇન મૂવી, વેબસિરિઝ અને ટીવી શો જોવા માટે હવે લોકો પાસે ઘણા વિકલ્પો રહેલા છે. નેટકલિકસ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર જેવી એપલીકેશનો પરથી માણસો મનોરંજનનો લાભ ઉઠાવી રહ્યા છે. પરંતુ આ તમામ એટલીકેશનનું આઇ.ડી. મેળવવા માટે ઓફિલ્ટિયલી અમૂક રકમ ચૂકવી પડે છે. જેના દ્વારા લોકો પોતાના આઇ.ડી. પરથી ઓનલાઇન એથ્લીકેરાન પરથી મૂવી, વેબસીટીઝ જેવા મનોરંજન કાર્યક્રમ, ઓનલાઇન અથાવ ઓફલાઇન માણી શકે છે.

પરંતુ વધતા જતા નેટના ઉપયોગની સામે તેમાંથી થતી છેતરપીડીનો વ્યાય પણ વધતો જાય છે. હેકરો અને કોમ્પ્યુટર બાજો પોતાની લીંક બનાવી ઉપર પોસ્ટરમાં પેઇટ એટલીકેશનની ફ્રિ મેમ્બરશીપ આપવાનુ કહી લીંકમાં કલિક કરવાનું મગાવી લોકોને છેતરવાનું કાંડ કરે છે.

લીંકમાં અનેક લોભામણી ચીજ-વસ્તુઓ અને પેઇડ એપ્લીકેશન મફત ભાવે આયવતું કરી હેકરો પોતાના ફાયદોઓ માટે લીંક બનાવી લોકો ફેલાવવાનું કારસ્તાન કરતા હોય છે.  લોકો  આવેલી લોભામણી લાલચની લીંકમાં કલિક કરતાની સાથે જેતે વ્યકિતના રહેલા ઓનાલાઇન ડેટા અને પાસવર્ડ સહિતીની માહિતીઓ હેકરો ચોરી તેનો ઉપયોગ કરી ગૂનાહિતો પ્રવૃતિઓ આચાર્યાનુ અવારનવાર સામે આવે છે.

જેના પગલે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આવા હેકરો પર રોક રાખવા લોકોમાં અવેરનેસ માટે કામગીરી કરવામાં આવે છે. લોકો ઇન્ટરનેટના ઉપયોગથી હેકરો ફાયદો ઉઠાવી પૈસાની ઉઠાંતરી અથવા ખાનગી માહિતીનો દુરપયોગ કરવા જેવા ગુનાહો આચરાય નહી તે માટે સાયબર ક્રાઇમ દ્વારા અગમચેતી ઉજાગર કરવામાં આવે છે.

એમેઝોન પ્રાઇમ, હેટસ્ટાર, નેટકલિકસ સેટ પતીક્ષ જેવી એટલીકેશનો મેળવવા માટે અમૂક ચોકકસ રકમ ચૂકવી પડતી હોય છે. ત્યારે આવી પેઇડ એપલીકેનો ફ્રીમાં આપવા જેવી લીંક મોકલી સાયબર ક્રાઇમ આરવામાં આવે છે. લોકો આવી લોભામણી લાલરો છેતરાય નહી તે માટે શહેર સાયબર ક્રાઇમના પી.આઇ. બી.એમ. કાતરિયાઅને પી.આઇ. એમ.બી. આરેસૂરા સહિતના સ્ટાફે લોકોમાં જાગૃતિ ફેલાવા માટે સઘન પ્રયાસો હાથધર્યા છે.

જાડેજા વંશ વિશે ટિપ્પણીનો વિડીયો વાયરલ કરનાર સામે ફરિયાદ

વિડીયો અપલોડ કરી લાગણીને ઠેસ પહોંચાડતા ઉત્તરપ્રદેશના શખ્સ વિરૂઘ્ધ  કરણી સેનાના પ્રમુખે લેખિત ફરિયાદ કરી

જાડેજા વંશની લાગણીને ઠેસ પહોંચે અને ઈતિહાસને જાણ્યા અને સમજયા વગર મુસ્લિમોના વંશજ હોવાની ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર ઉત્તરપ્રદેશના ઓમ યાદવ સામે શ્રી રાજપુત કરણી સેના અધ્યક્ષે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.

વધુ વિગત મુજબ શહેરના નાનામવા રોડ નજીક સાંઈબાબા પાર્કમાં રહેતા અને શ્રી રાજપુત કરણી સેના પ્રમુખ જાડેજા જયદેવસિંહ પ્રવિણસિંહ (જે.પી.જાડેજા)એ ઉતરપ્રદેશના ઓમ યાદવ નામના શખ્સે જાડેજાવંશ વિશે કરેલા ઉચ્ચારણોવાળા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ઠેસ પહોંચાડયાની રાજકોટ શહેરના સાયબર સેલમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ઉતરપ્રદેશના ઓમ યાદવ નામના શખ્સે ગુજરાતનાં જાડેજા અટક ધરાવતા રાજવંશીઓ વિરુઘ્ધ અશોભનીય ભાષામાં તેમજ જાડેજા વંશના ગૌરવશાળી ઈતિહાસને જાણ્યા અને સમજયા વગર મુસ્લિમોના વંશજ હોવાની ખોટી માહિતી યુ-ટયુબ ઉપર અપલોડ કરી સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચાડયાનું ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.