Abtak Media Google News

દરરોજ 1000 જેટલા લોકોએ ભક્તિભાવથી 1008 ઔષધીઓ હોમી

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં  બદ્રીકાશ્રમ ખાતે સપ્ત દિનાત્મક 201 મહાવિષ્ણુયાગ યોજવામાં આવ્યો હતો જેનું મહંતસ્વામી ધર્મનંદનદાસજી, ઉપ મહંતસ્વામી ભગવદજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજીભગત, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી આદિ વડીલ સંતોનાં હસ્તે નારિયેળ હોમીને યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું. અહીં વાસની આકર્ષણ કુટીરમાં સતત સાત દિવસ સુધી દરરોજ એક હજાર જેટલા લોકોએ યજ્ઞનો લાભ લઇને આહૂતિ આપી હતી.આ બાબતે વધુ માહિતી આપતાં શાસ્ત્રીસ્વામી સુકદેવસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે, ભુજ મંદિર દ્વારા  નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં સપ્ત દિનાત્મક 201 મહાવિષ્ણુયાગ યોજવામાં આવ્યો હતો. જેમાં 201 કુંડી બનાવી તેમાં વેદોત્પચારથી ભગવાનનાં અનેક સ્ત્રોત્રનાં પાઠથી આહૂતિ આપવામાં આવતી હતી.

Advertisement

અહીં દરરોજ એક હજાર જેટલા લોકો ભાગ લીધો હતો. દંપતીઓ દ્વારા ભક્તિભાવથી 1008 ઔષધીઓ હોમી  વિશ્વનુ કલ્યાણ થાય, સ્વાસ્થ્ય સારૂ રહે તેવી  મનોકામના કરાઇ હતી.  ત્યારે આજે આ સપ્તદિનાત્મક મહાવિષ્ણુયાગનું સમાપન કરવામાં આવ્યું હતું. જેમાં મહંતસ્વામી આદિ વડીલ સંતોનાં હસ્તે 1008 ઔષધીઓ હોમી, નાળીયેર હોમીને યજ્ઞની સમાપ્તી કરાવી હતી.

નોંધનીય છેકે, કુટીરની ફરતે પ્રદક્ષીણા પાથ પણ તૈયાર કરવામાં આવ્યો હતો, તેનો પણ સૌ મુલાકાતીઓએ લાભ લીધો હતો. તો આ પાથની બાજુમાં જ ચારે વેદ મંત્રોચ્ચાર કરતાં હોય તેવો પણ દિવ્ય નજારો જોઇને સૌકોઇએ ધન્યતા અનુભવી હતી.

બદ્રીકાશ્રમ ખાતે 3 લાખથી વધુ લોકોએ ગૌ મહિમા પ્રદર્શન નિહાળ્યું

Img 20230425 Wa0024

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત બદ્રીકાશ્રમ ખાતે  નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી સમાપન તરફ આગળ વધી રહી છે, ત્યારે ખાસ કરીને અહીં ગૌ મહિમા દર્શન હરિભક્તો સાથે મુલાકાતીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. અત્યાર સુધીમાં 3 લાખથી પણ વધુ દર્શનાર્થીઓ, મહાનુભાવો આ ગૌ દર્શનની મુલાકાત લઇ ચૂક્યા છે  કારણકે, આ ગૌ મહિમા દર્શન નિહાળ્યાં બાદ અત્યાર સુધીમાં 400થી વધુ લોકોએ પોતાનાં ઘરે ગાય બાંધવાનો સંકલ્પ કર્યો છે.

જે ગૌ મહિમા દર્શનની મોટામાં મોટી સીધ્ધી ગણી શકાય. સાથોસાથ પંચદ્રવ્ય ચિકિત્સા, ગોબર ક્રાફ્ટ, ખેતીવાડી જોઇને પણ લોકો આનંદિત થઇ રહ્યા છે. જે આ ગૌ મહિમા પ્રદર્શનનો  તમામ પર પ્રભાવ દેખાઇ રહ્યો છે.

ભગવાન નરનારાયણ દેવનો પંચામૃતથી મહા  અભિષેક: હજારો  હરિ ભક્તોએ લીધો લાભ

Img 20230425 Wa0103

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં આજનો દિવસ અર્કનો દિવસ હતો. આજે નરનારાયણ દેવની પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થતાં નરનારાયણ આદિ દેવોનો પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો, બાદમાં અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. જેના દર્શન માટે વહેલી સવારથી જ નિજ મંદિરમાં હરિભક્તોની ભારે ભીડ ઉમટી હતી.

શાસ્ત્રીસ્વામી સુકદેવસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે, ભુજ મંદિરમાં આજ સવારથી જ લાખો હરિભક્તોની ભીડ ઉમટી પડી હતી. જાણે કીડીયારૂ ઉભરાયુ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સવારે ઠે મંગળા આરતીથી ઠાકોરજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતાં. મંગળા આરતી બાદ શ્રી નરનારાયણ દેવ સહિત આદિ દેવોનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે નરનારાયણ સહિત તમામ દેવોને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો.

બાદમાં નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, ઘનશ્યામ મહારાજ, સહજાનંદસ્વામી, નિલકંઠ વરણીની મુર્તિને પણ 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતાં. આમ લોકો પણ દર્શનનો લાભ લઇ શકે તે માટે સાંજ સુધી અન્નકુટ દર્શન ભક્તો માટે ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. નરનારાયણ દેવને 200 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે મોટા મહારાજ તેજેન્દ્રપસાદજી, લાલજી મહારાજ તથા મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ ઉપસ્થિત ભક્તોને અંતરનાં રૂડા આશિર્વાદ આપ્યા હતાં. આ તકે ધામોધામથી પણ બહોળી સંખ્યામાં સંતો પધાર્યા હતાં તેમણે પણ હરિભક્તોને અંતરના રૂડા આશિર્વાદ આપ્યા હતાં.  ત્યારે એ વર્ષનાં અનુસંધાને એટલા જ કિલોનો લાડવો જેતે દેવને  અર્પણ કરવામાં આવ્યો હતો. આ લાડવો પણ દર્શને આવેલા હરિભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આજે વૈશાખ સુદ પાંચમનાં પવિત્ર દિવસે ભુજ મંદિરનાં ચાર સંતોને પણ દિક્ષા આપવામાં આવી હતી. તેઓએ સંસારીક જીવનનો ત્યાગ કરીને વૈરાગ્ય ધારણ કરી ભગવાન સ્વામિનારાયણની અખંડ સેવામાં, સત્સંગની સેવામાં, દેશની સેવામાં જીવન ભુજ મંદિરને સમર્પિત કર્યુ છે, દીક્ષા ધારણ કરી છે. આ મહોત્સવ રંગેચંગે પૂર્ણતાને આરે આવ્યો છે. ત્યારે આ ઉત્સવમાં જે પણ કોઇ ભક્તો આવ્યા હતાં તે તમામ ભગવાન નરનારાયણ દેવનાં કૃપાપાત્ર બને તેવી તેમણે પ્રાર્થના પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.