Abtak Media Google News

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ની તૈયારી ચાલી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા આ બેઠકોને સરભર કરવા એક પછી એક ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસે પીએન આ બેઠકોને સરભર કરવા પોતાની છેલ્લી ઉમેદવારોના નામ ની યાદી ગઇકાલ જાહેર કરી છે. હાલ આ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને અનુ લક્ષીને પ્રચાર પ્રસાર થઈ રહ્યા છે.

કોંગ્રેસે પોતાનો છેલ્લી ઉમેદવારની યાદીમાં 37 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.જેમાં પાલનપુર, દિયોદર, બહુચરાજી, બાયડ, વિરમગામ, ધંધુકા, પેટલાદ, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, કાંકરેજ, ઊંઝા, વિસનગર, મહેસાણા, ભિલોડા, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર નોર્થ, સાણંદ, નારણપુરા, મણિનગર, અસારવા, ધોળકા, ખંભાત, માતર, મહેમદાબાદ, લુણાવાડા, સંતરામપુર, શેહરા, ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ, સાવલી, પાદરા અને કરજણ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.જેના નામ નીચે મુજબ છે.

પાલનપુર – મહેશ પટેલ
દિયોદર – શિવાભાઈ ભૂરિયા
કાંકરેજ – અમૃતભાઈ ઠાકોર
ઉંઝા – અરવિંદ પટેલ
વિસનગર – કીર્તિભાઈ પેટલ
બહુચરાજી – ભોપાજી ઠાકોર
મહેસાણા – પીકે પટેલ
ભિલોડા – રાજુ પારઘી
બાયડ – મહેન્દ્રસિંહ વાઘેલા
પ્રાંતિજ – બહેચરસિંહ રાઠોડ
દેહગામ – વખતસિંહ ચૌહાણ
ગાંધીનગર ઉત્તર – વીરેન્દ્રસિંહ વાઘેલા
વિરમગામ – લાખાભાઈ ભરવાડ
સાણંદ – રમેશ કોળી
નવરંગપુરા – સોનલબેન પટેલ
મણિનગર – સી.એમ. રાજપૂત
અસારવા (SC) – વિપુલ પરમાર
ધોળકા – અશ્વિન રાઠોડ
ધંધૂકા – હરપાલસિંહ ચુડાસમા
ખંભાત – ચિરાગ પટેલ
પેટલાદ – પ્રકાશ પરમાર
માતર – સંજયભાઈ પટેલ
મહેમદાબાદ – જુવનસિંહ ગડાભાઈ
ઠાસરા – કાન્તિભાઈ પરમાર
કપડવંજ – કાલાભાઈ ડાભી
બાલાસિનોર – અજિતસિંહ ચૌહાણ
લુણાવાડા – ગુલાબસિંહ
સંતરામપુર (ST) – ગેંડાલભાઈ ડામોર
શહેરાઃ ખાતુભાઈ પગી
ગોધરાઃ રશ્મિતાબેન ચૌહાણ
કાલોલઃ પ્રભાતસિંહ
હાલોલઃ રાજેન્દ્ર પટેલ
દાહોદ (ST): હર્ષદ નિનામા
સાવલી: કુલદીપસિંહ રાઉલજી
વડોદરા શહેર (SC):ગુણવંતરાય પરમાર
પાદરાઃ જસપાલસિંહ પઢિયાર
કરજણઃ પ્રીતેશ પટેલ

વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરનારા રોજ જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.