Abtak Media Google News
કોંગ્રેસ આંતરિક લોકશાહીનું સન્માન કરે છે
  • કોંગ્રેસના કાર્યકારી પ્રમુખો, આગેવાનો અને પ્રભારીએ ‘અબતક’ની મુલાકાતમાં લોકતંત્રની તાસીર અને ભાવિ રણનિતિની મુક્ત મને કરી ચર્ચા

ચૂંટણીના પડખમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં રાજકીય ડંકો વગાડવા માટે કોંગ્રેસે કમર કસી છે. આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા ગુજરાતના સહ પ્રભારી રામકૃષ્ણ ઓઝા, ધારાસભ્ય લલીતભાઇ કગથરા અને આગેવાનોએ ગુજરાતની રાજકીય તાસીર અને ભાવિ રણનીતી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ગુજરાતમાં સાત-સાત કાર્યકારી પ્રમુખો બનાવવા અંગેનો પક્ષનો હેતુ અને તેની રણનીતી શું છે? ના પ્રશ્નમાં રામકૃષ્ણ ઓઝાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આંતરિક લોકશાહીમાં વિશ્ર્વાસ ધરાવતો પક્ષ છે.

તાનાશાહીમાં માનતા નથી. મુખ્યમંત્રી બનેલી વ્યક્તિના મોઢે તાળું લાગી જાય તે શું કામનું…! કોંગ્રેસ સૌને સાથે રાખીને ચાલનારો પક્ષ છે. પક્ષમાં સક્ષમ નેતૃત્વને તક મળે તે મુખ્ય હેતુ હોય છે. ક્ષમતાવાળાને નેતૃત્વ આપવા માટે પક્ષે સાત કાર્યકારી પ્રમુખ બનાવીને સત્તાના વિકેન્દ્રિકરણની થિયેરી અપનાવી છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતૃત્વની લેબોરેટરી છે. ભાજપને અમારૂં જ નેતૃત્વ ચલાવે છે. 60 ટકાથી વધુ ધારાસભ્યો મૂળ કોંગ્રેસની જ દિક્ષા લઇને રાજકારણમાં આગળ વધ્યા છે.

એવું લાગે છે કે ચૈલા ગુરૂથી સવાયા? ના પ્રશ્ર્નમાં રામકૃષ્ણ ઓઝાએ હસીને જણાવ્યું હતું કે એવું કહી શકાય પરંતુ ગુરૂ આખર ગુરૂ રહે છે.

કોંગ્રેસ સામે કેજરીવાલે એકપણ મત ન મળવાના નિવેદનના પ્રશ્ર્નમાં રામકૃષ્ણ ઓઝાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ વિચારધારાને વરેલી પાર્ટી છે. આપના નેતાઓને વિચારધારા સાથે કંઇ લેવા-દેવા નથી. પંજાબમાં એક વાત કરે, ગુજરાતમાં બીજી, ક્યાંક લઘુમતી-બહુમતીનું રાજકારણ ખેલે પરંતુ ગુજરાતની તાસીર છે કે તે ક્યારેય ત્રીજા વિકલ્પને અપનાવતી નથી.

સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઇએ? સત્તાનું વિકેન્દ્રીકરણ લોકતંત્રને મજબૂત બનાવે છે. તેના લાભ જનતાને મળવા જોઇએ. કોઇ એક વ્યક્તિ બધા જ પદ પર પ્રભાવી બને તો લોકશાહી નબળી પડે છે. કોંગ્રેસ વિચારધારાને માને છે. ભાજપ અમારા લોકોને કેમ લઇ જાય છે? ચૂંટણીમાં મતના તફાવતનો ફેર માત્ર 7-8 ટકા જ હોય છે. કોંગ્રેસ નબળી છે તે વાતમાં માલ નથી. કોંગ્રેસનો નબળો ઉમેદવાર પણ 60 હજાર મતો લઇ જાય છે. લોકતંત્રમાં બધાને તક મળવી જોઇએ. રામકૃષ્ણ ઓઝાએ જણાવ્યું હતું કે લોકો બધું જ સમજે છે. ખોટા પ્રચારથી કંઇ વળવાનું નથી. મને વિશ્ર્વાસ છે કે એક દિવસ નહિં પણ આવનારી ચૂંટણીમાં જ લોકો કોંગ્રેસને અપનાવી લેશે.

ગુજરાતમાં કાર્યકરોનું બૂથ લેવલ નબળું હોવાનું તમે માનો છો? રામકૃષ્ણ ઓઝાએ જણાવ્યું હતું કે કાર્યકરો અને બૂથ લેવલનું સંકલન કરવાનું અમે નક્કી કર્યું છે. આ માટે નવી નિમણૂંકો અને પ્રભારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ વખતે હરિફો ખૂબ જ ભયભીત છે. સીએમ બોલી શકતા નથી આવું કમજોર નેતૃત્વ શું કામનું, કોંગ્રેસમાં સક્ષમ નેતૃત્વ આપવાની પરંપરા છે અને તેનું કામ પણ દેખાઇ છે. ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ ભાજપના સુશાસનના દાવા સામે સવાલો ઉઠાવીને ભાજપના 27 વર્ષના શાસનમાં કેશુભાઇ પટેલના સાત વર્ષનું શાસન ગણવામાં આવતું નથી. કેશુભાઇનું શાસન કુશાસન હતું. તેવો પ્રશ્ર્નો ઉપાડ્યો હતો. ‘અબતક’ની મુલાકાતે આવેલા લલીતભાઇ કગથરા,

અશોકભાઇ ડાંગર, પ્રદિપભાઇ ત્રિવેદી, મહેશભાઇ રાજપૂત, અજીતભાઇ ખટારિયા, જશવંતસિંહ ભટ્ટી અને ગાયત્રીબા વાઘેલાએ સામૂહિક રીતે કોંગ્રેસનું જનાધાર વધશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખો

ગુજરાત કોંગ્રેસ દ્વારા સાત કાર્યકારી પ્રમુખોની નિમણૂંકો કરવામાં આવી છે. જેમાં (1) લલીતભાઇ કગથરા, ધારાસભ્ય (2) જીજ્ઞેશભાઇ મેવાણી, ધારાસભ્ય (3) ઋત્વિકભાઇ મકવાણા, ધારાસભ્ય (4) અશોકભાઇ પટેલ, ધારાસભ્ય (5) હેમંતસિંહ પટેલ, ધારાસભ્ય (6) અંબરીશભાઇ ડેર, ધારાસભ્ય (7) ઇન્દ્રવદનસિંહ ગોહિલ અને (8) કબીર પીરઝાદાને જવાબદારી સોંપવામાં આવી છે.

જ્ઞાતિ-જાતિનું તો ઠીક પક્ષનું રાજકારણ પણ ખતમ થઇ જાય તેવા દિવસો દૂર નથી: ઋત્વિક મકવાણા

Untitled 1 123

‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ વર્તમાન રાજકીય પરિસ્થિતી અંગે કરેલી ચર્ચામાં વર્તમાન સમયમાં જ્ઞાતિ-જાતિના રાજકારણના ભાવિ પ્રભાવ અંગે જણાવ્યું હતું કે જ્ઞાતિ-જાતિ તો ઠીક આવનાર દિવસોમાં પક્ષનું રાજકારણ પણ ખતમ થઇ જાય તેવા દિવસો દૂર નથી. જે રીતે વહીવટી તંત્રોનો દુરઉપયોગ થાય છે અને સંગઠન સિસ્ટમ માત્ર કોર્પોરેટ ઢબે ચલાવવામાં આવે છે તે જોતા હવે લોકતંત્ર અને વિચારધારા તો ઠીક પણ જ્ઞાતિ-જાતિ અને પક્ષનું રાજકારણ પણ ખતમ થઇ જશે. આ પરિસ્થિતિ અટકવી જોઇએ.

આગામી ચૂંટણીને લઇને તૈયારી શરૂ: લલીત કગથરા 

Untitled 1 122

કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઇ તૈયારી શરૂ થઇ ગઇ છે. આ મામલે અબતક મિડીયા હાઉસની મુલાકાતે આવેલા ધારાસભ્ય લલીત કગથરાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બેરોજગારી, ખેડૂતો પરેશાન, ભ્રષ્ટાચાર સહિતના મુદ્ાઓને લઇને અમે ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ અંગે લોકોને જાગૃત્ત કરીશું. આ ઉપરાંત બૂથ લેવલે પણ સહભાગીતા અભિયાન સાથે વ્યવસ્થા ગોઠવશું અને નજીકના સમયમાં વિવિધ પ્રોજેક્ટ એક સાથે મૂકીને તેને હાથ ધરવાની શરૂ કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.