Abtak Media Google News

સ્વ.ઈન્દુબેન રસિકલાલ અનડકટ પરિવારના સહયોગથી

દેશમાં વધતી જતી મોંઘવારી થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે લીંબુ ટમેટા બટેટા ના ભાવ રોજ-બરોજ વધી રહ્યા છે ત્યારે મોંઘવારીથી પીડાતી પ્રજા માટે કોંગ્રેસે અનોખા સેવાયજ્ઞ ના રૂપમાં વિરોધ કાર્યક્રમનું આયોજન કર્યું છે અબ તક ની મુલાકાતે આવેલા કોંગી આગેવાન અને પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ, ગોપાલભાઈ અનડકટ, અશોકસિંહ વાઘેલા, જીગ્નેશ ભાઈ જોશી એ જણાવ્યું હતું કે મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે કોંગ્રેસ અગ્રણી ગોપાલભાઈ અડે અનોખા સેવા યજ્ઞનો પ્રારંભ કર્યોછે તો ઈન્દુબેન રસિકલાલ અંદર પરિવારના સહયોગથી મોંઘાદાટ શાકભાજીનું 50 ટકા રાહત દરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ એક જૂન ના રોજ હુડકો પોલીસ ચોકી સામે સવારે 9 થી 11 સુધી યોજાનારા આ કાર્યક્રમમાં 1-1 ટન બટેટા ,ટમેટા ,ડુંગળી અને 500 કિ, લીંબુ બજાર ભાવ ના 50% ભાવે વેચવામાં આવશે હુડકો પોલીસ ચોકી સામે સવારે 9થી 11 દરમિયાન યોજાનારા આ સેવાયજ્ઞ ને સફળ બનાવવા રાજકોટ કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈત્રિવેદી, ભાનુબેન સોરાણી, ગાયત્રીબા વાઘેલા ડોક્ટર હેમાંગભાઈ વસાવડા ઘનશ્યામસિંહ ઝ/જાડેજા, જાગૃતીબેન ડાંગર જયાબેન ટાંક, જીગ્નેશ ભાઈ જોશી રણજીતભાઈ મુંધવા પ્રહલાદસિંહ જાલા,અશોકસિંહ વાઘેલા ની ટીમ જહેમત ઉઠાવી રહી છે અને લોકોને રાહત થાય તેવા સેવા યજ્ઞનો લાભ લેવા કોંગી અગ્રણીઓએ અનુરોધ કર્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.