Abtak Media Google News

ભાજપના પ્રદેશ પ્રમુખ અને ભાજપના મુખ્ય લોકો જેને સોમનાથ થી શરુ થયેલી યાત્રાની જવાબદારી સોંપી હોય તેવા જવાબદારો તમામ સામે સોસીયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હોય તે બાબતની અને ચાર કરતા વધુ લોકો ભેગા ન કરવાની તેમજ એપેડ્મિક એક્ટ નો ભંગ કરવા અંગેના ગુન્હાઓ દાખલ કરવા કોંગ્રેસે કલકેટર સમક્ષ રજૂઆત કરી છે.

Advertisement

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તે છે રામ જન્મદિવસની ઉજવણી નહી કરવા, કૃષ્ણ જન્મોત્સવ નહી કરવા, મહમદ પૈગમ્બરના જન્મદિવસની ઉજવણી નહી કરવા દેવા, હનુમાન જયંતી, ગણેશોત્સવ, પરશુરામ જયંતી, તાજિયા-ઝુલુસ  વગેરે ધાર્મિક ઉત્સવો નહી કરવા ભાજપની દેશની અને રાજ્યની સરકાર દ્વારા કોરોનાનું બહાનું આગળ ધરીને નાં પાળતી હોય તો ભાજપની યાત્રા કાઢવાની અને હજારો લોકો ગેરકાયદેસર રીતે ભેગા કરવાની મંજૂરી શા માટે આપે છે ?

ગુજરાત ભાજપના પ્રમુખ પોતે પણ માસ્ક વિના ઘણી જગ્યાએ વાઈરલ થયેલા વિડીયોસ, ફોટો, અને દેશની ચોથી જાગીર પ્રેસ-મીડિયાએ ઉજાગર કરેલ છે ત્યારે સરકારી અધિકારીઓ આ ગુન્હા બદલ દંડનાત્મક કાર્યવાહી કરશે ??? પ્રજામાં ભયંકર રોષની લાગણી પ્રવર્તે છે.

કોંગ્રેસે આ અંગે રાજકોટ કલેકટરને રૂબરૂ રજૂઆત કરતા તેઓએ જણાવેલ છે કે લગત પોલીસ કમિશ્નર તથા એસ.પી. સાથ ચર્ચા કરી આગળની કાર્યવાહી કરશે તેવું રાજકોટ કલેકટરે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.