કોંગ્રેસનાં સ્થાપના દિવસે જ તેનું વિસર્જન કરી નાખવું જોઈએ: મુકેશ રાદડીયા

congress | soniya gandhi | government
congress | soniya gandhi | government

આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.

રાજકોટ વોર્ડ નં 6

શું કહે છે ભાજપ?

વોર્ડ નંબર ૬ના ભાજપ કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી એ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે. કોંગ્રેસમાં નેતા જાજા અને કાર્યકર્તા વધારે છે.  ગ્રાઉન્ડ લેવલનું કામ જે કરવું જોઉએ તે કરતા નથી અને ખાલી નેતા તરીકે પ્રષ્સ્થાપિત થઈને બેઠા છે. દેશની જનતા પણ હવે કોંગ્રેસને ભૂલી ગઈ છે.

કોંગ્રેસના કાર્યકરો જે જનતા સુધી જવું જોઈએ એ ક્યારેય પણ ગયા નથી. કોંગ્રેસ અત્યારે બુઢી થઇ ગઈ છે. ૧૨૫ વર્ષ જૂની કોંગ્રેસ અત્યારે ચાલે નહીં. કારણકે ભાજપ એ એક વિચાર ધારા લઈને નીકળેલો પક્ષ છે અને ભાજપના કાર્યકતા બુથ લેવલથી લઇ ઉપરના લેવલ સુધીની કાર્યકર્તાઓની ફોજ છે જે હર હમેશ પબ્લિક વચ્ચે રહે છે અને તેમના કર્યો કરે છે. કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે. કોંગ્રેસ તેમના કોર્પોરેટર કે એમેલે ને સાચવી નથી શકતી. તેમની સમસ્યાઓનું નિરાકરણ નથી કરી શક્તિ. જેને લઈ કોંગી નેતાઓ ભાજપ તરફ આકર્ષાય છે. વોર્ડ નંબર ૬ના ભાજપ કોર્પોરેટરે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે તે દીવસે જ તેનું વિસર્જન કરી નાખવું જોઈએ. કેમકે કોંગ્રેસ દિન પ્રતિદિન નબળી પડતી જાય છે. કોંગ્રેસ પાસે ગુજરાત કે દેશ લેવલે કોઈ નેતૃત્વ નથી. રાજકોટમાં કોંગ્રેસ મૃતપાઇ અવસ્થામાં છે. પ્રમુખો પણ બદલાયા કરે છે. અત્યારે એમ્બેસેડર કાર જેમ માર્કેટમા ન ચાલે તેમ કોંગ્રેસે પણ તેમના વિચાર, નેતૃત્વ, સંગઠનમાં ફેરફાર કરવો જોઈએ અને સારા લોકોએ નવા લોકોને લાવે તોજ ચાલે તેવી સ્થિતિમાં છે. બાકી કોંગ્રેસે પોતાના પક્ષનું વિસર્જન કરી દેવાની જરૂર છે. હું પણ કોંગ્રેસ માંથી બે વખત ચૂંટણી લડ્યો છું. કોંગ્રેસ ફક્ત ટીકીટ અને તેમનું નિશાન જ આપે છે. બાકી કાર્યકરે પોતાના બળે અને પોતાની રીતે ચૂંટણી લડવાની હોય છે. કોંગ્રેસમાં કોઈ શિસ્ત જ નથી. કોરોના મહામારીમાં ભાજપ લોકો સાથે ઉભી રહી છે. અને ભાજપનું આજ મોટું જમા પાસું છે. ભાજપમાં સ્વયં શિસ્ત છે. જેને જે કામ સોંપવામાં આવે તે કામ પુરી વફાદારી સાથે કામ કરે છે. જ્યારે કોંગ્રેસમાં વફાદારી નામે કશું નથી બેવફાજ છે. કોંગ્રેસ કાર્યકર વેચાય જય છે. અને પોતાન પક્ષ પ્રત્યે વફાદાર રહેતો નથી.

શું કહે છે કોંગ્રેસ?

વોર્ડ નંબર ૬ના કોંગ્રેસ વોર્ડ પ્રમુખ ગોરધનભાઈ મોરવાડિયાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે ૧૩૫ વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર હોવાનો મને ગર્વ છે. ભાજપના કાર્યકરો કહે છેકે વર્ડ નંબર ૬ અમારો ગઢ છે. ત્યારે આવનારા સમયમાં એ ગઢ તોડવાની અમારી તૈયારી છે. ભાજપના શાશનમાં લોકો પોસાય રહ્યા છે. નાના માણસો પોતાના પેટ માટે કમાઈ પણ શકતા નથી. કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં

જોડાય છે તેમ તે કાર્યકરોનો સ્વાર્થ છૂપાયેલો છે માટે તેમાં જાય છે. અત્યારે કોંગ્રેસ નબળી પડી રહી છે તેનું કારણ સતાનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે અને કોંગ્રેસના સિનિયર નેતાઓને શામ દામ દંડ અને ભેદ કોઈ પણ રીતે પોતાની તરફ કરે છે. કોંગ્રેસના કાર્યકરો પોતાના સ્વાર્થ માટે કે ભોળવાઈ ને ભાજપમાં ભળે છે. અત્યારે કોંગ્રેસના  શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર ખૂબ સારા આગેવાન છે.

શું કહે છે પ્રજા?