Abtak Media Google News

બે હેક્ટર કે તેથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને છ હજાર રૂપિયા પ્રધાનમંત્રી કૃષિ સન્માન.

નિધિ તરીકે આપવાની જોગવાઈ કરી તે પ્રમાણે ખેડૂતોને લાભ મળતો રહેશે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોંગ્રેસના નેતાઓને રાજ્ય અને કેન્દ્રની ચૂંટણીઓમાં પ્રજાએ જાકારો આપ્યો છે ત્યારે કોંગ્રેસનું મોવડીમંડળ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરી રહી છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતો માટે જે પરિણામલક્ષી કાર્ય કર્યા છે ત્યારે કોંગ્રેસ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે બે હેક્ટર કે તેથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને છ હજાર રૂપિયા પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિ તરીકે આપવાની જોગવાઈ કરી તે પ્રમાણે ખેડૂતોને લાભ મળતો રહેશે. કોંગ્રેસ પાર્ટી એવું કહી રહી છે કે રોજના ૧૭ રૂપિયા આપવા એક ખેડૂતોનું અપમાન છે તે વાત તદ્દન પાયાવિહોણી છે.

કોંગ્રેસે દેશમાં ૫૫ વર્ષ જેટલું શાસન કર્યું તે દરમિયાન ખેડૂતોના હિતમાં એકપણ વાર કિસાન નિધિ જેવી સહાય કરી નથી અને જ્યારે આઝાદીના આટલા વર્ષો પછી પણ નરેન્દ્રભાઈ મોદી દેશના ખેડૂતોને સહાય આપીને આ રાશિની જાહેરાત કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ આ સહન કરી શકતી નથી. દેશના ગરીબ દલિત પીડિત-શોષિત અને મધ્યમ વર્ગ માટે પ્રધાનમંત્રીએ જે પ્રકારે સહાય જાહેર કરી છે

તે ઐતિહાસિક છે. રાજ્યનો ખેડૂતને પ્રધાનમંત્રી કિસાન યોજના વિશે સંપૂર્ણ જાણકારી મળી રહે તે માટે કૃષિ વિભાગ મહેસુલ વિભાગ દ્વારા આ યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ પણ રાજ્યના ખેડૂતને સંપૂર્ણ અને સચોટ જાણકારી મળી રહે તે સુનિશ્ચિત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીનો આ નિર્ણય ખેડૂતો માટે સમૃદ્ધિની શરૂઆત લાવનારો છે તેમ જણાવતાં વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતને પૂરતું ઉત્પાદન થાય કે ન થાય તો પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આપવામાં આવશે.

વાઘાણીએ જણાવ્યું હતું કે કેટલાક કહેવાતા નેતાઓ કોંગ્રેસના બનીને ફક્ત ભાજપને ટાર્ગેટ કરીને કોંગ્રેસને લાભ કરાવવાની વાત કરશે પરંતુ જનતા આ જાતીજ્ઞાતિમાં પડ્યા સિવાય દેશની જનતા અને રાજ્યની જનતા ભાજપાને એકવાર આશીર્વાદ આપશે. વંશ પરંપરાગત રાજનીતિ કરતી કોંગ્રેસની જનતા ઓળખી ગઈ છે.

જીતુભાઈ વાઘાણી અંતમાં જણાવ્યું હતું કે, ૧૨ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અમદાવાદથી મેરા પરીવાર – ભાજપા પરીવાર અભિયાનનો પ્રારંભ કરાવશે. જે અંતર્ગત સાંસદો, ધારાસભ્યો તથા જિલ્લાના પ્રમુખશ્રીઓ પોતાના ઘરે ભાજપાનો ધ્વજ ફરકાવશે તથા અન્ય કાર્યકરો જનતાની વચ્ચે ૨૫ લાખ જેટલા ઘરોએ જઈને સ્ટીકર તથા ધ્વજ ફરકાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.