Abtak Media Google News

વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા સામે મહાભિયોગની કાર્યવાહી માટે કોંગ્રેસ ધમપછાડા કરી રહી છે. હાલ ઉપરાષ્ટ્રપતિ તરફથી મહાભિયોગનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે. રાજયસભામાં ચેરમેન એમ.વેકૈયાનાયડુ મહાભિયોગની નોટિસ મુદ્દે શું નિર્ણય લેશે ? તે જોઈને કોંગ્રેસ આગળના પગલા ભરવા તૈયાર છે. જો નોટીસને રદ કરાશે તો કોંગ્રેસ કોર્ટમાં ઘા કરશે તેવું માનવામાં આવે છે.

કોંગ્રેસ મહાભિયોગ મામલે આરપારની લડાઈ લડવાના મુડમાં છે. કોંગ્રેસના નેતાઓ ચીફ જસ્ટીસ દિપક મિશ્રા વિરુઘ્ધ આપવામાં આવેલા મહાભિયોગના પ્રસ્તાવની નોટિસને રદ કરવામાં આવશે તો વડી અદાલતમાં જશે તેવું જણાઈ રહ્યું છે. સભાપતિના નિર્ણયને કોર્ટમાં કોંગ્રેસ પડકારી શકે છે. ગત શુક્રવારે કોંગ્રેસ અને ૬ અન્ય વિપક્ષી દળોએ દેશના મુખ્ય ન્યાયાધીશ પર ગેરવર્તન અને પદના દુરઉપયોગના આરોપ લગાવતા મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ આપી હતી. મહાભિયોગ પ્રસ્તાવ પર રાજયસભાના કુલ ૭૧ સભ્યોએ સહી કરી છે. જેમાંથી ૭ સભ્યો સેવાનિવૃત થઈ ચુકયા છે. મહાભિયોગની નોટિસ પર સહી કરનાર સાંસદમાં કોંગ્રેસ, એનસીપી, સીપીએમ, એસપી, ડીએસપી અને આઈયુએમએલના સભ્યોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ મહાભિયોગનું દબાણ લાવી ચીફ જસ્ટીસ પર નૈતિક દબાણ બનાવી રહી હોવાની અપેક્ષા રાખી રહી છે.

મહાભિયોગ મામલે સંસદીય રૂલ બુકમાં એવો નિયમ છે કે જયાં સુધી રાજયસભાના ચેરમેન દ્વારા નોટીસનો સ્વિકાર કરવામાં આવતો નથી ત્યાં સુધી તેની જાહેરાત કરવી અયોગ્ય ગણવામાં આવે છે અને તે સંસદીય કાર્યપ્રણાલીની વિરુઘ્ધ છે.

જેના કારણે કોંગ્રેસ પર પણ આ મામલે દબાણ વધી ર્હ્યું છે. જોકે રાજયસભાના ચેરમેન મહાભિયોગની દરખાસ્તની નોટીસનો સ્વીકાર નહીં કરે તો કોંગ્રેસ કોર્ટમાં જવાની તૈયારીમાં છે.

બીજી તરફ ભાજપ વિપક્ષની મહાભિયોગની નોટીસ બદલાની ભાવનાથી કરી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે મહાભિયોગના પ્રસ્તાવ પર જ‚રી સાંસદોના હસ્તાક્ષર કરાવ્યા છે. બંધારણના આર્ટીકલ ૧૦૫ મુજબ સંસદ અને વિધાનસભાની કામગીરીમાં ન્યાયપાલિકા દખલ કરી શકતી નથી જોકે કાયદાના જાણકારો માને છે કે કોઈપણ પ્રસ્તાવને મંજુરી આપવી કે નહીં તે ગૃહની કાર્યવાહીનો હિસ્સો નથી. આ ગૃહના પ્રાશાસનિક દાયરામાં આવતું હોય છે.

પ્રાશાસનિક સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.