Abtak Media Google News

માર્કેટીંગ યાર્ડ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સમર્થક ઉમેદવારોની કારમી હાર

કોડીનાર ગ્રામ પંચાયત ચૂંટણી મત ગણતરી કેન્દ્રના.કોડીનાર ના મિતિયાજ,રોણાજ,માલગામ અને જંત્રાખડી એમ ચાર ગામોની ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણીનું  પરિણામ જાહેર થયું.આ તમામ ૪ ગામ ના ભાજપ પ્રેરિત સરપંચ ઉમેદવારો એ ગ્રામ્ય પંકોમાં  ભગવો ફરકાવતા કોડીનાર ભાજપમાં ખુશીનો માહોલ છવાયો છે.ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોડીનાર માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત તમામ ઉમેદવારોની ડિપોઝિટ ઝપ્ત થઈ હતી. તો આજે ગ્રામ્ય પંથકો એ કોંગ્રેસને ઝોર કા ઝટકા ધીરે સે.. જેવા હાલ કર્યા છે.

વિજેતા અને હારેલા સરપંચ ઉમેદવાર ના નામ અને મત આ પ્રમાણે છે.મિતિયાજ ગ્રામ પંચાયતના  મણીબેન હમીરભાઈ વાજા-૪૫૫,  શાંતિબેન લાખાભાઈ વાઢેલ-૧૪૭૧ વિજેતા, સવિતાબેન નાાભાઇ વાળા-૯૬૬, માલગામ ગ્રામ પંચાયતના કેશુબેન નાાભાઇ વાઢેલ-૩૨૫ જયારે  જાહિબેન દેવશીભાઈ ચંડેરા-૪૦૬ વિજેતા, માલિબેન રાજાભાઈ ચંડેરા-૩૮૪, જંત્રાખડી.ગ્રામ પંચાયતના  જાદવભાઈ રામભાઈ સોલંકી-૨૩૪ વિજેતા થયા છે. ભુપતભાઈ ભીખાભાઈ પરમાર-૧૭૪, (રોણાંજ ગ્રામ પંચાયત)  ઉજીબેન હરજીભાઈ સવનીયા-૪૪૨, લક્ષ્મીબેન રમેશભાઈ રાવલીયા-૬૮૬ વિજેતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.