Abtak Media Google News

વેરાવળ ખાતે બે દીવસીય જિલ્લાકક્ષાનાં કલા મહાકુંભનો નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠીની ઉપસ્થિતમાં પ્રારંભ કરાવી જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશે કહ્યું કે, આપણી પરંપરા, સભ્યતા અને સંસ્કૃતિનાં જતન માટે કલા મહાકુંભ એક આગવું પ્લેટફોર્મ છે.

યુવાનો અને યુવતિઓમાં પડેલ શુષુપ્ત શક્તિઓ, ટેલેન્ટ કલા મહાકુંભમાં પ્રદર્શીત કરી ગીર-સોમનાથ જિલ્લાનાં સ્પર્ધકોને રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ જિલ્લાનું નામ રોશન કરવા જિલ્લા કલેકટરશ્રીએ પ્રોત્સાહન આપ્યું હતું.

રાસ, ગરબા, લોકનૃત્ય, એક પાત્રીય અભીનય સહિત કુલ ૨૬ વિવિધ કૃતિઓમાં તાલુકાકક્ષાએ વિજેતા થયેલ ૧૩૦૦ જેટલા સ્પર્ધકો જિલ્લાકક્ષાનાં મહાકુંભમાં સહભાગી થઇ પુરષ્કાર મેળવવાં સાથે રાજ્યકક્ષાએ પ્રદેશ અને રાજ્યકક્ષાએ ગીર-સોમનાથ જિલ્લાનું પ્રતિનિધીત્વ કરશે. તેમ રમત-ગમત અધિકારી વિશાલ જોષીએ જણાવ્યું હતું. સ્પર્ધક સપના કામળીયા, બાંભણીયા દીશાએ કલા મહાકુંભને જીવનમાં આગળ વધવાનો મંચ ગણાવ્યો હતો.

સ્પર્ધાનાં નિર્ણાયકો તરીકે ગૈારવ પુરષ્કાર વિજેતા નવનિત દવે, રાષ્ટ્રીય પારીતોષીક વિજેતા ભુપેન્દ્રભાઈ જોષી તથા અન્યોયે સેવા આપી હતી. જિલ્લા રમત-ગમત કચેરી આયોજીત આ સ્પર્ધામાં જિલ્લા શિક્ષણાધીકારીશ્રી દાફડા, જિલ્લા માહિતી અધિકારી અર્જૂન પરમાર, શ્રી હિતેષ દિહોરા, વ્યાયમ મંડળના પ્રમુખ અર્જૂન પરમાર તથા વ્યાયામ શિક્ષકો, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.