કોડીનારમાં ઇન્ટરનેટ કનેકિટવિટીના ધાંધીયાથી લોકો હેરાન-પરેશાન

આખા દિવસમાં માત્ર બે કલાક જ નેટ ચાલે છે

વર્તમાન યુગ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો યુગ છે.પણ કોડીનાર તેમાંથી બાકાત હોય તેવું લાગી રહ્યું છે.વિદેશમાં નાઇન જી શરૂ થઈ ચૂક્યું છે.ત્યારે હજુ આપણાં દેશમાં ફોર-જી ૪-જી રમાઈ રહ્યું છે. બતાવે ૪-G પરંતુ વાસ્તવમાં ૪-G  ઈન્ટરનેટ મળતું નથી. અને એમાં પણ ખાસ કરીને કોડીનાર તો ગુજરાત કે ભારત નો ભાગ જ ન હોય તેવું અહીંની જનતાને લાગી રહ્યું છે.

અહીં બી.એસ.એન.એલ. ની ઓફીસ તો છે.પણ સંભાળવા વાળું કોઈ નથી. કોડીનારમાં ૭૦૦ જેટલા બેઇઝીક ફોન હોવા છતાં અહીં લોકોની પરેશાની સાંભળવા વાળું કોઈજ નથી. ઉધ્ધિ થી ભરપૂર બી.એસ.એન.એલ. ની ઓફિસમાં જો ભાગ્ય સારા હોય તો અઠવાડિયે એકાદ વખત કોક મળી જાય. તમારી તકલીફ જાણવા. હા. આ ઓફિસમાં માત્ર ભાગ્ય જોગે કોઈ મળી જાય તો તમારી સમસ્યા સાંભળે ખરા.

પણ તેનું સમાધાન આ કહેવાતા અધિકારી પાસે ન હોય. ભારતની મોટા ભાગની બેંકો ઈન્ટરનેટના માધ્યમથી જોડાયેલી હોય છે. નેટ કનેકટીવીટી ન મળવાના કારણે જનતાએ  હેરાન વધુ વું પડે છે.કોડીનારમાં છેલ્લા ૧૦ દિવસી નેટ કનેક્ટિવિટી સરખી ન મળવાના કારણે કરોડોનો વહીવટ ઠપ્પ પડ્યો છે. એટલુંજ નહિ. સરકારી વિવિધ યોજનાઓ જેમકે મા કાર્ડ,આધાર કાર્ડ, ૭-૧૨, ૮-અ ના દાખલાઓ, દસ્તાવેજ નોંધણી વગેરે અટકી જાય છે. નેટ કનેક્ટિવિટી ના અભાવે જીશ્વાન નું સર્વર મોટે ભાગે સાવ ઠપ્પ રહે છે. જનતા અત્યન્ત હાલાકી ભોગવી રહી છે.ત્યારે સરકારી બાબુઓ આરામ ફરમાવી રહ્યા છે. લોકોની માંગણી છે કે દરેક સરકારી ઓફિસો અને બેંકોમાં પૂરતી નેટ કનેક્ટિવિટી મળવી જોઈએ. જેથી કિંમતી માનવ કલાકો ના બગડે. થોડા સમયમાં આ બાબતે યોગ્ય ધ્યાન નહીં આપવામાં આવે તો કોડીનાર તાલુકાની જનતા આંદોલનનો મૂડ બનાવી રહી છે.તેવું ચર્ચાઈ રહ્યું છે.