કોંગ્રેસના નેતા અહેમદ પટેલ કોરોનાથી થયા સંક્રમિત

ટ્વીટર ઉપર જાહેર કરી જાણકારી : સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઇન થવા કરી અપીલ

અબતક, રાજકોટ : કોરોનાની ઝપટે એક પછી એક નેતાઓ આવી રહ્યા છે. હજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી કોરોનાને મ્હાત આપીને પરત ફર્યા છે તેવામાં બીજા એક દિગ્ગજ નેતા એવા અહેમદ પટેલને પણ કોરોના વળગ્યો હોવાનું સામે આવ્યું છે.

કોંગ્રેસના નેતા અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. સાથે જ પોતાના સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઇન થવાની સલાહ પણ આપી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અહેમદ પટેલ રાજ્યસભામાં કૃષિ ખરડાઓનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના અન્ય નેતાઓ અભિષેક મનુ સિંઘવી અને તરુણ ગોગોઈને પણ અગાઉ કોરોના થયો હતો.