Abtak Media Google News

દેશમાં કોંગ્રેસ શાસીત રાજ્યો સેમ્પલ ટેસ્ટ અને રેશીયો ટેસ્ટમાં પાછળ છે ત્યારે અર્જૂનભાઈ મોઢવાડીયા ત્યાંની ચિંતા કરે

સમગ્ર વિશ્ર્વ આજે જયારે કોરાનાની મહામારીમાં ફસાયુ છે ત્યારે આફતને પહોચી વળવા માટે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કોઈપણ જાતનાં ભેદભાવ વગર સમગ્ર દેશવાસીઓની ચિંતા કરી રહયા છે ત્યારે સમયાંતરે વિવિધ રાજયોનાં મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ અને સમગ્ર દેશવાસીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી રહયા છે અને કોરનાનાં જંગમાં ભારત દેશ સફળ રહયો છે અને સમગ્ર વિશ્ર્વએ જેની નોંધ લીધી છે ત્યારે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતમાં પણ કોરોનાની સંક્રમણ સ્થિતી કાબૂમાં રહે અને ગુજરાત ઝડપથી આ મહામારીની પિરસ્થિતિમાંથી બહાર આવે તે માટે ભાજપ સરકાર સતત ચિંતા કરી રહી છે અને ગત રર માર્ચથી લઈ અત્યાર સુધી અને આવનારા સમયમાં પણ લોકડાઉન સમય દરમ્યાન ગુજરાતવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ સહાયો આપવમાં આવેલ છે જેમાં તમામ શ્રેણીનાં લોકોનો સમાવેશ થયેલ છે અને ગુજરાતનાં લોકો પણ ભાજપા સરકારની કામગીરીથી ખુશ છે.

Advertisement

આ  તકે ધનસુખ ભંડેરી તથા નીતીન ભારાજે કોંગ્રેસનાં અર્જુનભાઈ મોઢવાડીયાને જણાવ્યું હતું કે ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વવાળી ભાજપા સરકાર દવારા સરહાનીય કામગીરી થઈ રહી છે ત્યારે આ કોરોના વોરીયર્સને બીરદાવવાને બદલે કોંગ્રેસ તેનું મનોબળ તોડવાની કામગીર કરી રહી હોય તેવુ લાગી રહયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સેમ્પલ ટેસ્ટમાં અગ્રેસર રહી છે.

જેમા અમદાવાદ સેમ્પલ ટેસ્ટમાં રરપરર અને ટેસ્ટ રેશીયામાં પ્રતિ મીલીયનમાં ર૭૬પ.૭ સુરત સેમ્પલ ટેસ્ટમા સુરત સેમ્પલ ટેસ્ટમાં ૧રપરર અને ટેસ્ટ રેશીયામાં પ્રતિ મીલીયનમાં ૧૮ર૦.૯ આમ ગુજરાતમાં એટલે કે પ૬૧૦૧ સેમ્પલ ટેસ્ટ અને  દર દશ લાખની વસ્તી સામે ૮પ૬.પ નો રેશીયો ટેસ્ટમાં ગુજરાત અગ્રેસર છે ત્યારે કોંગ્રેસ શાસીત રાજયો જેમાં છત્તીસગઢમાં  સેમ્પલ ટેસ્ટમાં ૧૪૯૮૭ અને ટેસ્ટ રેશીયામાં પ્રતિ મીલીયનમાં પ૧૮.૬ કેરલામાં સેમ્પલ ટેસ્ટમાં ર૩ર૭૧ અને ટેસ્ટ રેશીયામાં પ્રતિ મીલીયનમાં ૬૩૦.૩ પંજાબમાં  સેમ્પલ ટેસ્ટમાં ૧પપ૧૬ અને ટેસ્ટ રેશીયામાં પ્રતિ મીલીયનમાં પર૦.૭ તેમજ અન્ય રાજયો જેવા કે પશ્ર્ચિમ બંગાળમાં સેમ્પલ ટેસ્ટમાં ૧ર૦૪૩ અને ટેસ્ટ રેશીયામાં પ્રતિ મીલીયનમાં ૧ર૧.ર તેલંગાણામાં સેમ્પલ ટેસ્ટમાં ૧૮૮૯૩ અને ટેસ્ટ રેશીયામાં પ્રતિ મીલીયનમાં પ૦૦.૮ છે. જે સરકારી આકડા દર્શાવે છે કે આ સેમ્પલ ટેસ્ટ અને રેશીયા ટેસ્ટમાં કોંગ્રેસ શાસીત રાજયોમાં ખૂબ જ નીચા પ્રમાણમાં રહયા છે ત્યારે કોંગ્રેસ અને અર્જુનભાઈ મોઢવાડીયા ત્યાની ચિંતા કરે. તેમજ ગુજરાતમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારે આ ટેસ્ટીંગ લેબોરેટરી એક જ હતી અને ત્યારબાદ આ કૂદકે ને ભૂસકે વધતા જતા કોરોના સંક્રમીતને રોક્વા માટે વિજયભાઈ રૂપાણીનાં પ્રયાસોથી હાલ ગુજરાતમાં ૧પ ટેસ્ટીંગ લેબોરેટરી કાર્યરત છે અને દરરોજનાં ૩૦૦૦ થી વધુ લોકોનાં સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહયા છે. ત્યારે અન્ય રાજયો કરતા વધુમાં વધુ સેમ્પલ ટેસ્ટ ગુજરાત રાજયમાં થઈ રહયા છે અને આ માટે ભાજપા સરકાર સતત કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.