Abtak Media Google News

પ્રથમ તબક્કામાં ૨૦૦ જેટલા ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ કોંગ્રેસ-ભાજપ સહિત દરેક પક્ષો ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં લાગી ગયા છે. આ દરમિયાન ઉમેદવાર પસંદ કરવા અંગે કોંગ્રેસની મહત્ત્વની બેઠક યોજાઇ હતી. કોંગ્રેસ ૬ મહાપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરશે. કોંગ્રેસ પ્રથમ તબક્કામાં ૨૦૦ જેટલા ઉમેદવારો જાહેર કરી શકે છે.

જે વોર્ડમાં વિવાદ થાય તેમ નથી તે વોર્ડના ઉમેદવારોની જાહેરાત પ્રથમ તબક્કા એટલે કે આવતીકાલે કરવામાં આવશે. વિવાદિત અને વધુ દાવેદારો ધરાવતા વોર્ડના ઉમેદવારો બીજા તબક્કામાં જાહેર કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ૬ મહાનગરના નિરીક્ષકો અને શહેરના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી હતી. ગાંધીનગર નજીક ખાનગી ફાર્મહાઉસમાં મળેલી આ બેઠકમાં સાટિંગ કોર્પોરેરિપીટ કરવા કે ન કરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જો કે, નવા સિમાંકનના પગલે સિટીંગ કોર્પોરેટરના પત્તા કપાઈ શકે છે. જ્યારે પક્ષ આદેશનું ઉલ્લંઘન કરના સિટીંગ કોર્પોરટર પત્તા કપાશે. આ ઉપરાંત વર્ચસ્વ ધરાવતા નેતાઓ પણ સાઇડ લાઇન થઈ શકે છે. કોંગ્રેસ ચૂંટણીમાં નવા ચહેરાને તક આપવાના મુડમાં છે ત્યારે ૬ મહાપાલિકાની ચૂંટણીના પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી પર અંતિમ મહોર લાગી ગઇ હોવાનું કોંગ્રેસના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.  કોંગ્રેસ કાલે સાંજે કે મોડી રાત્રે ૬ મહાપાલિકાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની ૬ મહાનગરપાલિકા, ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે ૨૩ જાન્યુઆરીના રોજ કરી હતી. ૬ મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે ૨૧ ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે ૨૮ ફેબ્રુઆરીએ સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. ૬ મહાનગરપાલિકા માટે ૨૩ ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની મતગણતરી તથા પરિણામ ૨જી માર્ચે જાહેર થશે. મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતોમાં કુલ ૬૫૭૭ વોર્ડ અને ૯૦૯૪ બેઠકો માટે ૪.૦૯ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

ભાજપ દ્વારા આજથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, ૪મીએ ઉમેદવારોના નામની જાહેરાત કરાશે

નિરીક્ષકોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતા સીએમ હાઉસ ખાતે ત્રણ દિવસ સુધી ચાલશે બેઠકનો ધમધમાટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ભાજપ દ્વારા આજથી ત્રણ દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાનાર છે. છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને લઇને ભાજપમાં નિરીક્ષક કક્ષાએ પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને પ્રદેશ ભાજપને પેનલ સાથે રિપોર્ટ સુપ્રત કરાયો છે. હવે સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ થઈ છે. જેમાં ઉમેદવારોની પસંદગી પર આખરી મહોર લગાવવામાં આવશે.

ઉમેદવારોની સેન્સ લેવાની કામગીરી બાદ હવે સતત ત્રણ દિવસ સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને મેરેથોન બેઠકોનો દોર ચાલશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સભ્યો ઉમેદવારોના નામ વિસ્તૃત ચર્ચા વિચારણા કરશે અને સામાજીક-રાજકીય સમીકરણો ઉપરાંત અન્ય પાસાઓને ધ્યાનમાં રાખી જીતી શકે તેવા ઉમેદવારોના નામ પસંદગી ઉતારશે. ભાજપ મહાનગર પાલિકાના ઉમેદવારો જાહેર કર્યા બાદ જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ માટે ઉમેદવાર પસંદ કરવા અઘરૂ બન્યુ છે. આ વખતે ભાજપમાં જાણે સગાવાદ વકર્યો છે.સિટીગ ધારાસભ્યોથી માંડીને સિટીગ કોર્પોરેટરોએ પત્નિ-પુત્રી અને પુત્ર માટે ટીકીટો માંગી છે.ટીકીટ માટે એડીચોટીનુ જોર લગાવાઇ રહ્યુ છે.અત્યાર સુધી તો પ્રદેશ નેતાઓએ એવો દાવો કર્યો છેકે, રાજકીય વગના જોરે ટીકીટ નહી મળે પણ તેનો અમલ થશે કે કેમ એ સવાલ ઉઠયો છે. અત્યારે તો કોની લોટરી લાગશે અને કોનુ પત્તુ કપાશે તે અંગે કાર્યકરો-નેતાઓની નજર કમલમ પર મંડાઇ છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટ્રી બેઠક યોજાશે.આ બેઠકના અંતે ૪થી ફેબૃઆરીએ ભાજપ છ મહાનગર પાલિકાના ઉમેદવારોના નામોની જાહેરાત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.