Abtak Media Google News

લોકસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ પાર્ટીનું ‘નવસર્જન’ કરવા હાઈ કમાન્ડની કવાયત

 

પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધી જેવું કરિશ્મા, આકર્ષણ ધરાવતા પ્રિયંકા ગાંધીની લોકપ્રિયતાના લાભ લેવા કોંગ્રેસે ચૂંટણી પહેલા તેને સક્રિય કરીને રાષ્ટ્રીય મહામંત્રી બનાવીને પૂર્વીય ઉત્તરપ્રદેશનો હવાલો આપ્યો હતો. પરંતુ ત્રણ માસ પહેલા યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડયો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસને જ્યાં સારા દેખાવની આશા હતી તેવા ઉત્તરપ્રદેશમાં ૮૦ બેઠકોમાંથી માત્ર એક બેઠક મળી હતી. તેમ છતાં કોંગ્રેસનો ગાંધી પરિવાર સિવાય ઉધ્ધાર ન હોય તેમ પ્રિયંકા ગાંધીને હવે સંપૂર્ણ ઉત્તરપ્રદેશમાં ખુલ્લો દોર આપવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશની સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી શકે છે, તેમ દેશની સૌથી જૂની પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું. પ્રિયંકા હાલમાં ઉત્તરપ્રદેશના પૂર્વી ક્ષેત્રના પ્રભારી છે. પ્રિયંકાને જનરલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ક્ષેત્રનો હવાલો સંભાળવા જણાવ્યું હતું. સિંધિયાએ થોડા મહિના પહેલા જ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ વખતે યુપીની કોંગ્રેસ સમિતિ અગાઉની સમિતિ કરતા ૧૦ ગણી ઓછી હશે. સમિતિની સરેરાશ ઉંમર ૪૦ વર્ષ થવાની છે. નવી ટીમમાં યુવા અને આક્રમક ચહેરા હશે,એક સૂત્રએ જણાવ્યું હતું.

૨૦૧૯ની લોકસભા ચૂંટણી પૂર્વે પ્રિયંકાને પૂર્વી ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી જ્યારે રાજ્યના પશ્ચિમ ભાગની જવાબદારી જ્યોતિરાદિત્ય સિંધિયાને આપવામાં આવી હતી. કોંગ્રેસ રાજ્યમાં માત્ર એક જ બેઠક જીતી શકી. પાર્ટીએ રાજ બબ્બરના સને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (યુપીસીસી)ના નવા પ્રમુખની જાહેરાત કરવાનું નક્કી કર્યું છે, પ્રિયંકા અંગેની જાહેરાતના થોડા દિવસ પછી જાહેરાત કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવી યુપીસીસી ટીમ અગાઉની ટીમની જેમ મોટી નહીં હોય.

આ વખતે સમિતિ અગાઉની સમિતિ કરતા ૧૦ ગણી ઓછી હશે. સમિતિની સરેરાશ ઉંમર ૪૦ વર્ષ થવાની છે. નવી ટીમમાં યુવાન અને આક્રમક ચહેરાઓ હશે, એમ તેઓએ જણાવ્યું હતું. કારમાં પરાજય બાદ  કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં જિલ્લા એકમોને વિસર્જન કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી ચાલતી આ પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. યુવાનો અને તળિયા કામદારોને અગ્રતા અપાશે. પક્ષની નજર ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણી પર છે.

દરેક જિલ્લામાં ઉપપ્રમુખ તરીકે મહિલા નેતા હશે. દલિત અને ઓબીસી નેતાઓને પણ તક આપવામાં આવશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પ્રિયંકાએ રાજ્યભરના કાર્યકરો અને નેતાઓ સાથે સુધારણા યોજના માટે બેઠક યોજી હતી. શુક્રવારે તેણી નવી દિલ્હીમાં પાર્ટીના ઉત્તર પ્રદેશ એકમના વરિષ્ઠ નેતાઓ સાથે મળી હતી. હવાલોમાં આવતાં એઆઈસીસીના સેક્રેટરી પણ રાજ્યની મુલાકાતે હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.