Abtak Media Google News

ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડાયેલા આશરે ૫૦ જેટલા સુપ્રસિધ્ધ શેરી નાટક કલાકારો તથા ભવાઇ કલાકારો ભાજપામાં જોડાયા

હાલ સમગ્ર દેશમાં ભાજપા સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા વૃધ્ધિ અભિયાન બાદ સંગઠન સંરચનાની કાર્યવાહી ચાલી રહી છે, તેના અનુસંધાને ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ કક્ષાની સંરચના કાર્યશાળા યોજાયા બાદ તમામ જીલ્લા/મહનગરોમાં ભાજપા સંરચના કાર્યશાળાઓ યોજાઇ રહી છે. ત્યારબાદ મંડલકક્ષાની સંરચના કાર્યશાળાઓ યોજાશે અને બૂથ સમિતિ અને ત્યારબાદ મંડલ સમિતિ અને ત્યારબાદ જીલ્લા સમિતિઓનું ગઠન કરવામાં આવશે ત્યારે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં પાટણ ખાતે કોંગ્રેસના જીલ્લા પંચાયત સદસ્ય બાબુભાઇ ચૌધરી, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચમનજી ઠાકોરના પુત્ર અને યુવા ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશના પ્રદેશ ઉપાધ્યક્ષ ગગજી ઠાકોર ઉપરાંત પાટણ, બનાસકાંઠા તથા મહેસાણા જીલ્લાના ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડાયેલા આશરે ૫૦ જેટલા સુપ્રસિધ્ધ શેરી નાટક કલાકારો તથા ભવાઇ કલાકારો ભાજપામાં જોડાયા હતા. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ઉપસ્થિત સૌને ખેસ પહેરાવી ભાજપામાં વિધિવત રીતે આવકાર્યા હતા.

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી અને પ્રદેશ સંરચના અધિકારી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, રાજ્યકક્ષા મંત્રી વાસણભાઇ આહિર, પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી, જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપુત, પાટણ જીલ્લા પ્રભારી મયંકભાઇ નાયક, પૂર્વ ધારાસભ્ય અલ્પેશભાઇ ઠાકોર, પાટણ જીલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ, મહામંત્રીઓ, પ્રદેશ અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.