Abtak Media Google News

ધોરાજી પાલિકાની  સામાન્ય સભામાં નગરપાલિકા પ્રમુખ તરીકે કોંગ્રેસના ડી.એલ.ભાષા અને ઉપપ્રમુખ તરીકે મગબુલ ગરાણા ચૂંટાઈ આવ્યા ધોરાજી નગરપાલિકા ચુંટણી માં કોંગ્રેસ ને ૨૨ તો ભાજપ ૧૪ સીટ મળી હતી જેમાં આજરોજ નગરપાલિકા નાં સભાખંડમાં સામાન્ય સભા માં પ્રમુખ તરીકે ડી એલ ભાષા અને ઉપપ્રમુખ તરીકે મકબૂલ ગરાણા ની વરણી થતાં ફટાકડા અને ડી જે નાં તાલે સરઘસ કાઢવામાં આવ્યુ હતું

Advertisement

કોંગ્રેસે ૨૨ બેઠક પર બહુમતી મેળવી હતી સતા નો તાજ કોંગ્રેસ ના શિરે ડેપ્યુટી કલેકટર તથા મામલતદાર ચીફ ઓફિસર ની અધયક્ષતા માં સામાન્ય સભા ધોરાજી ની નગરપાલિકા નાં સભાખંડમાં યોજાઈ હતી

અને સર્વ મતે પ્રમુખ તરીકે ડી એલ ભાષા અને ઉપપ્રમુખ તરીકે મકબૂલ ગરાણા ની વરણી થતાં ફટાકડા અને ડી જે નાં તાલે સરઘસ કાઢવામાં આવ્યુ ધોરાજી નાં મુખ્ય માર્ગો પર વિજય સરઘસ કાઢવામાં આવ્યુ આ તકે પ્રમુખ ડી એલ ભાષા એ લોકો નો અને આગેવાનો નો આભાર વ્યકત કર્યો હતો અને ધોરાજી મા જે ભુગર્ભ ગટર અને રોડ રસ્તા અને જે દરેક  વિસ્તાર માં જે ભેદભાવ વગર હું બધાં ની કામગીરી કરવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.