Abtak Media Google News

ફાયરીંગમાં ASI સહિત 4ના મોત થતા અરેરાટી મચી

રાજસ્થાનથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહેલી ટ્રેનમાં ફાયરીંગ થવાની ઘાટન સામે આવી છે. જે સોમવારે સવારના 5:30 વાગ્યાની આસપાસ ઘટી હતી . જાણવા મળતી માહિતી મુજબ જયપુર એક્સપ્રેસના B5 કોચમાં મુસાફરી કરી રહેલા RPFના જવાને ASI પર અચાનક ગોળીબાર શરુ કર્યો હતો, તેવા સમયે ટ્રેનમાં હાજર અન્ય મુસાફરોમાં પણ અફરાતફરી મચી ગયી હતી .

ફાયરીંગમાં જીવ ગુમાવનાર Asi જવાન
ફાયરીંગમાં જીવ ગુમાવનાર ASI જવાન

 

RPFના જવાને અચાનક ફયારીગ કરતા ASI સહીત અન્ય ત્રણ મુસાફરો ગોળીના નિશાને આવતા તેમના મોત નીપજ્ય હતા. હજુ ફાયરીંગ થવાનું કારણ અકબંધ છે, એવું અનુમાન લગાવવમ આવી રહ્યું છે કે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાઈ થયી હોય જેના કારણે ફાયરીંગ થયું. આ ઉપરાંત DCP પશ્ચિમ રેલ્વે મુંબઈના સંદીપ વીએ આ બાબતે મીડિયાને જણાવ્યું હતું કે આરોપીની માનસિક સ્થિતિ સારી ન હોવાથી આ ઘટનાએ આકાર લીધો પરંતુ જો આરોપીની માનસિક સ્થિતિ સારી ના હોય તો એ ફરજ પર કેમ હાજર રહી શકે?

રાજસ્થાનથી મુંબઈ સેન્ટ્રલ જયી રહેલી ટ્રેન જયારે પાલઘરથી પસાર થયી અને મુંબઈ દહિસર બાજુ જતી હતી તે સમયે આ ફાયરીંગ થયું હતું, ફાયરીંગ બાદ દહિસર પાસે RPF કોન્સ્ટેબલ ટ્રેનમાંથી કુદીને ભાગી ગયો હતો.  જેમાં RPF કોન્સ્ટેબલ ચેતન માનસિક તણાવની સ્થિતિમાં હોય તેવી આશંકાઓ સેવાઈ રહી છે.  પરંતુ જો ખરેખર એવું હોય તો આ ફાયરીંગમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે, તો શું આ રીતે તણાવ અનુભવી રહેલા વ્યક્તિએ એક કોન્સ્ટેબલની ફરજ પર હાજર રહેવું જોઈએ ક નહિ આમાં કોની ભૂલ ગણાય?

 ફાયરીંગ કરનાર Rpf કોન્સ્ટેબલ ચેતન
ફાયરીંગ કરનાર RPF કોન્સ્ટેબલ ચેતન

મીરા રોડ બોરીવલી વચ્ચે આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી, અને ત્યાર બાદ આરોપીને બોરીવલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. બંને આરપીએફના જવાનો ફરજ પર હતા અને ઓફિશિયલ કામ માટે મુંબઈ આવી રહ્યા હતા. બંને જવાનો વચ્ચે કોઈ વાતને લઈને ઝગડો થતા ગોસ્સામાં ફાયરીંગ કર્યું હોવાની સંભાવનાઓ સામે આવી રહી છે, પરંતુ સાચું કારણ હજુ અકબંધ છે. આરોપી જવાને પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.