Abtak Media Google News

56 દીકકુમારી પરમાત્માનું ચ્યવન મહોત્સવ ઉજવાશે

આનંદ મંગલ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ રાજકોટનાં ઉપક્રમે લાભાર્થી ધર્મિષાબેન ભાવિનભાઈ મહેતા (ભાણવડવાળા) અપૂર્વ હેત સહકારથી ચાંદીમાંથી પરમાત્માનું અવન અને જન્મઉત્સવ જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનની 9 ઈંચ ની મૂર્તિનું નિર્માણ તથા પંચતીથીમાં શાંતિનાથ ભગવાન અને સિધ્ધચકૂજી નો ગટટો સંઘની હાજરીમાં નિર્માણ કરી સં . જેઠ વદ 6 , રવિવાર તા.19/6 નાં રોજ પ્રાગટયપર્વ કરાશે .

આ પ્રસંગે તા.પૂ. વ્રજસેન વિજય ગણિવર્ય મ.સા.ની દિવ્યકૃપા તથા પ.પૂ. આ. મનમોહન સૂરીશ્વરજી મ.સા. , 3.પૂ. આ. હેમપ્રભ સુરીશ્વરજી મ.સા. , 5.પૂ.આ. જયધર્મ સૂરીશ્વરજી મ.સા. નિશ્રા હેઠળ શુભ કાર્ય કર વામાં આવશે . બપોરે 1 કલાકનાં શુભ મુહંત સંઘની હાજરીમાં વિધિ વિધાન અને સંગીત ના સુરોના સથવારે શુધ્ધચાંદીમાંથી પરમાત્માની પ્રતિમાનું નિર્માણ થશે. 5ર માત્માનું ચ્યવન અને જન્મ ઉત્સવ , 56 દીક કુમારી વિગેરે મહોત્સવ પણ ઉજવાશે .

પરમાત્માનાં માતા પિતાનો લાભ ધર્મીષાબેન ભાવિનભાઈ મહેતા દવારા લેવામાં આવનાર છે ત્યારબાદ સર્વે પધારેલ મહેમાનોની સાધર્મિક ભકિતનો લાભ મળશે. મહોત્સવનું શુભ સ્થળ શિલ્પન નોવા ફલેટ , બી 3 , ગ્રાઉન્ડ ફ્લોર પાર્કીંગ , ગંગોત્રી પાર્ક મેઈન રોડ , યુનિવર્સિટી રોડ , જીરાવાલા જિનાલય ની નજીક રાખવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ દેસાઈ (7990570811) નાં માર્ગદર્શન હેઠળ વિરેન્દ્રભાઈ મહેતા , હિંમાશુભાઈ કોઠારી  , જયેશભાઈ , નરેન્દ્રભાઈ , ગીરીશભાઈ શાહ , જનકભાઈ , જયેન્દ્રભાઈ , પ્રકાશભાઈ શાહ , પ્રકાશભાઈ કોઠારી લલિતભાઈ વોરા , સમીર ભાઈ કાપડીયા , સમીરભાઈ શાહ , સ્નેહલભાઈ , યુવક મંડળના દરેક સભ્યો , મહીલા મંડળનાં દરેક સભ્યો અને સેવાભાવીઓ જહેમત ઉઠાવી રહયા છે. સર્વ ધર્મપ્રેમીઓને આ પ્રસંગે હાજર રહેવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.