Abtak Media Google News
  • અમદાવાદ, વડોદરા, સુરત,જામનગર અને રાજકોટ જિલ્લામાં અંદાજિત કુલ રૂ.3500 કરોડના ખર્ચે મેડિસિટી નિર્માણ પામી રહી છે
  • કિડની, કેન્સર, હૃદયરોગ, માતૃ અને બાળરોગ સહિતની સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ ઉપલબ્ધ બનશે

ગુજરાત રાજ્યના  ચારેય ઝોનમાં સુપરસ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધા અને વિશ્વ સ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવતી મેડિસિટીનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે આરંભવામાં આવ્યું છે.ત્યારે આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલ એ ગુજરાત વિધાનસભામાં મેડિસિટી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે, રાજ્યના ચારેય ઝોનમાં સુપરસ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધા અને વિશ્વ સ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવતી મેડિસિટીનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે આરંભવામાં આવ્યું છે.

અમદાવાદમાં અંદાજિત રૂ.910 કરોડ, વડોદરામાં રૂ. 561.45 કરોડ, સુરતમાં રૂ. 204.70 કરોડ, જામનગરમાં રૂ. 864.17 કરોડ અને ભાવનગરમાં રૂ. 1003.99 આમ અંદાજિત કુલ રૂ. 3544.45 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ફેસિલીટીથી સજ્જ  મેડિસિટી નિર્માણ પામી રહી છે.

જેના અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જન્મ જાત બાળકોના ખોડખાપણને લગતા રોગો ,વૃદ્ધ લોકોને લગતા રોગો, મગજ અને જ્ઞાનતંતુના રોગોની સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર , વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે હૃદય , કિડની, આંખને લગતા રોગની સારવાર , નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે હૃદય,કિડની

મૂત્રાશયના રોગ, મગજ અને જ્ઞાનતંતુના રોગો જી.જી. હોસ્પિટલ, જામનગર ખાતે હૃદય રોગ ,મૂત્રાશયના રોગો , પ્લાસ્ટીક સર્જરી ,પેટના રોગો , સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે હૃદય અને લોહીની નસોના રોગો, કિડની, મગજ અને જ્ઞાનતંતુના રોગોને લગતી સુપર સ્પેશિયાલિસ્ટ  ઉપલબ્ધ બનશે.

રાજ્યના દરેક  જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરી ઘર આંગણે મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબધ્ધ

આરોગ્ય મંત્રી પટેલે વિધાનસભા ગૃહમાં રાજ્યની G.M.E.R.S.સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં નવીન પાંચ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ નો ઉમેરો કરાયો છે. જેના અંતર્ગત નવીન 500 મેડિકલ બેઠકો વધી છે. તદ્અનુસાર રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને જીએમઇઆરએસ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રી એ વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, રાજય સરકાર દ્ધારા જી એમ ઇ એમ આર એસ હેઠળ છેલ્લા 20 વર્ષમાં 13 નવી મેડીકલ કોલેજો અંતર્ગત સ્નાતક કક્ષાની કુલ 2100 અને અનુસ્નાતકની કુલ 300 ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જીએમઇઆરએસની 13 કોલેજોના સંચાલન માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે રૂ.5244 કરોડની રકમ ફાળવી છે. વર્ષ 2023-24માં જીએમઇઆરએસ હસ્તકની 13 મેડીકલ કોલેજોની ટ્યુશન ફીની થનાર અંદાજીત આવક રૂ.375.00 કરોડ સામે 13 કોલેજો અને 14 હોસ્પિટલોના અંદાજીત રૂ.1250.00 કરોડનો ખર્ચ થવાનો છે. જેની સામે સરકાર તરફથી કોલેજો અને હોસ્પિટલોના ખર્ચ માટે રૂ.843.21 કરોડ ફાળવવામાં આવ્યા છે.

જામનગર ડેન્ટલ કોલેજમાં 330 વિદ્યાર્થીઓ માટે નવી યુ.જી. હોસ્ટેલના નિર્માણ માટે રૂ.37.38 કરોડ મંજૂર

જામનગર ડેન્ટલ કોલેજ ખાતે વધુમાં વધુ વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ ઉત્તમ રહેણાંક સુવિધાઓ પૂરી પાડવા માટે નવીન હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તેમ આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં સભ્ય  રિવાબા જાડેજા દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, જામનગર ડેન્ટલ કોલેજ ખાતે નવીન યુ.જી. હોસ્ટેલના નિર્માણ માટે રૂ. 37.38 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ કોલેજ ખાતે હયાત હોસ્ટેલમાં 400 વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. નવી યુ.જી. હોસ્ટેલનું નિર્માણ કામ પૂર્ણ થતાં વધુ 330 વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.