Abtak Media Google News

લોકસભાના શિયાળુ સત્રમાં પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે પુછેલા પ્રશ્ર્નનો મળ્યો જવાબ સાંસદે બંધ હાલતમાં રહેલી શાપુર-સરડીયા મીટરગેજ લાઈનનો મહત્વનો સવાલ પણ ઉઠાવ્યો

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે લોકસભાના શિયાળુ સત્રમાં પ્રશ્નોની ભરમાર ચલાવી હતી. જેમાં તેઓએ રાજ્યના પ્રમ ગાય અભ્યારણ્યનું કામ કયાં સ્તરે પહોંચ્યું હોવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો જેના જવાબમાં જણાવાયું હતું કે, અભ્યારણ્યનું નિર્માણકાર્ય જૂન ૨૦૨૦ સુધીમાં પૂર્ણ ઈ જશે. વધુમાં સાંસદ બંધ હાલતમાં રહેલી શાપુર-સરડીયા મીટરગેજ લાઈનનો પણ અણીયારો સવાલ ઉઠાવ્યો હતો.

Advertisement

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પોરબંદરના ડેમ અને શાપુર-સરડીયા મીટરગેજ રેલવે રૂપાંતરણ બાબતે પ્રશ્નો પૂછીને સોરઠની વહારે આવ્યા હતા. આ ઉપરાંત અમીપુર ડેમ, બરસાગર ડેમ બાબતે પણ પ્રશ્નો કર્યા હતા.

રેલવે સંબંધી વિવિધ પ્રશ્નો પૂંછતા સાંસદ ધડુકે જણાવ્યું હતું કે, શું સરકારને ખબર છે કે, ગુજરાતમાં શાપુર-સરડીયા વચ્ચેનું મીટરગેજ રેલવે લાઈન કે જે વર્ષો થયા ઝર્ઝરિત થઈ ગઈ છે તે બાબતે સરકારે કોઈ કાર્યવાહી કરી છે ? વર્ષ ૨૦૧૨માં રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ઉપલેટામાં રેલવે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતરણ થયું તે પહેલા ત્રણ ટ્રેન દોડતી હતી અને ગેજ પરિવર્તન પછી માત્ર એક ટ્રેન દોડી રહી છે. આ વાત પાછળના કારણો ક્યાં ? સરકાર પોરબંદર ઉપલેટા મુંબઈ વચ્ચે પેસેન્જર ટ્રેન ક્યારે શરૂ કરાવશે ? તેવો સવાલ કર્યો હતો.

7537D2F3

ડેમ બાબતે પ્રશ્ર્નો પુંછતા સાંસદે જણાવ્યું હતું કે, પોરબંદર વિસ્તારના અમીપુર ડેમ છત્ર ડેમ અને બરસાગર ડેમ માટે અત્યાર સુધીમાં સરકારે શું પગલાં લીધા ? કારણ કે જો આ ત્રણેય ડેમના વિકાસ માટે સરકાર રસ દાખવે તો ડેમ વિસ્તારના ગામોમાં પાણીના પ્રાકૃતિક થોત ઉભા થશે અને લોકોનો પીવાનો પાણી પ્રશ્ર્ન પણ હલ ઈ શકે તેમ છે.

ઉપરોક્ત બંને મુખ્ય સવાલોના જવાબોમાં સંબંધિત પ્રધાનોએ લોકસભામાં જણાવ્યું હતું કે, શાપુર-સરડીયા મીટરગેજ રેલવે રૂપાંતરણ બાબતે સરકારની કવાયત ચાલુ છે. જ્યારે પોરબંદર વિસ્તારના ડેમોના વિકાસ માટે જળ સંશાધન પ્રોજેકટ્સ દ્વારા રાજ્ય સરકારે અગ્રતા ધોરણે ભંડોળ મેળવીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે. આમ, ગોંડલના રહીશ અને પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે પોતાના મત વિસ્તારના પ્રશ્ર્નોને લોકસભામાં ગજાવવાનું શરૂ કરતા આ વાતના જાણકારોમાં સાંસદની સરાહના થઈ રહી છે.

વધુમાં રમેશભાઈ ધડુકે પોરબંદરના મોતી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની વાત રજૂ કરી હતી. ઉપરાંત તેઓએ ગાય અભ્યારણ્ય અંગે પણ વિગતો પુછી હતી. જેમાં મત્સ્ય પાલન, પશુ પાલન અને ડેરી રાજ્ય મંત્રી ડો.સંજીવ કુમાર બલીયાને જણાવ્યું હતું કે, આ અભ્યારણ્ય માટે વર્ષ ૨૦૧૬માં રાજ્ય સરકારને ૭૫૩ લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી. આ યોજના ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીમાં પૂર્ણ થઈ જવાની હતી. હવે આ યોજના જૂન ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.