Abtak Media Google News

અમરેલીના હત્યાના બનાવમાં મૃતકના પત્નીને વ્યાજ સહિત વળતર ચુકવવા કહ્યું

ઈન્સ્યોરન્સ કંપનીઓ હત્યાના બનાવમાં વીમા ધારકના પરીવારને વળતરની રકમ ચુકવતી નથી પણ ગુજરાત રાજયની ક્ધઝયુમર કોર્ટે આ બાબતે મહત્વનો ચુકાદો આપતા હત્યાના આકસ્મિક મોત ગણાવી વિમા કંપનીને વિમો ચુકવવા માટે આદેશ કર્યો છે.

Advertisement

આ કેસની વિગતો એમ છે કે અમરેલીના પ્રતાપગઢ ગામના રહેવાસી લાઠીયાનું ૨૦૧૨માં મર્ડર થયું હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે પહેલા તેમની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ તેના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. લાઠીયા કો.ઓપરેટીવ સોસાયટીના સભ્ય હતા અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીમાંથી ૨ લાખ ‚પિયાનું ઈન્સ્યોરન્સ લીધું હતું. તેમના મૃત્યુ બાદ તેમના પત્ની હેમલતાબેને વિમા માટે અપીલ કરી હતી. કંપનીએ આ હત્યાનો બનાવ હોવાથી વળતર મળી શકે નહીં તેમ કહીને અપીલ ફગાવી હતી.

કંપનીએ વળતર ચુકવવાની ના પાડતા હેમલતાબેન ક્ધઝયુમર કોર્ટમાં ગયા હતા જયાં કોર્ટે શકવતી ચુકાદો આપ્યો હતો કે હત્યા પણ આકસ્મિક મોત જ ગણાય છે અને આ જ કારણે વિમા કંપનીને ૬ ટકા વ્યાજ સાથે ૨ લાખ ‚પિયા ફરિયાદીને ચુકવવા માટેનો આદેશ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.