Abtak Media Google News

રાજકોટમાં લઘુતમ તાપમાન ૨૧.૫ ડિગ્રીએ આંબી ગયું

અરબસાગરમાં ફરી એક વખત ચક્રવાતની અસરથી ગુજરાતમાં વાતાવરણમાં ફેરફારનાં સંકેત જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે સમુદ્રમાં બે સિસ્ટમ કાર્યરત હોવાનું કહ્યું છે સાથે જ સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં પારો ઉંચકાયો છે. આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૨૧.૫ ડિગ્રી નોંધાયું હતું.

મળતી માહિતી મુજબ રાજકોટનું આજનું લઘુતમ તાપમાન ૨૧.૫ ડિગ્રી અને મહતમ તાપમાન ૩૦.૫ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા સાથે ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં તાપમાનનો પારો ઉંચકાયો છે અને ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

7537D2F3 5

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીનાં જાફરાબાદ અને પીપાવાવ બંદરો ઉપર બે નંબરનું સિંગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથો સાથ માછીમારોને સાવચેતીનાં ભાગ‚પે દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજકોટનાં માર્કેટીંગ યાર્ડનાં ખુલ્લા વિસ્તારમાં મગફળી પડી છે જેનાં કારણે જો વરસાદ પડે તો મગફળીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી શકે તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.