Abtak Media Google News

દેશને ફરીથી સોને કી ચીડિયા બનાવવા માટે મોદી સરકારે તબક્કાવાર સુધારાઓ કૃષિ ક્ષેત્રમાં કર્યા છે. જેના અનુસંધાને કરાર આધારિત ખેતી, વાયદા બજાર અને ભાવ બાંધણા સહિતના મુદ્દે મોદી કેબિનેટે આપેલી મંજૂરી આગામી સમયમાં કૃષિ ક્ષેત્રને નવી દિશા અને ઊંચાઈ આપે તેવી પ્રબળ આશા વ્યક્ત કરાઈ રહી છે. ભારતને કૃષિ પ્રધાન દેશ તરીકેની ઓળખ વર્ષ ૧૯૫૨ માં પ્રથમ પંચ વર્ષીય યોજના સમયે મળી હતી કેમકે ત્યારના જીડીપીમાં પોણા ભાગનો હિસ્સો કૃષિ ક્ષેત્રનો હતો પરંતુ દિન પ્રતિદિન કૃષિ ક્ષેત્રની પરિસ્થિતિ વિપરીત થતી ગઈ અને હાલના સમયમાં દેશના કુલ જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ફક્ત આશરે ૧૪% જેટલો જ રહ્યો છે. હાલ પણ ભારતનો ૬૫% હિસ્સો ખેતીનો છે. આવા સંજોગોમાં ખેતીના વિકાસ માટે સરકારે કરાર આધારિત ખેતીની સાથે અનેકવિધ છૂટછાટ આપી છે જેમાં તેલીબિયાં, ડુંગળી, કઠોળ, ટમેટા અને ખાદ્ય તેલ સહિતની વસ્તુઓને આવશ્યક વસ્તુ અધિનિયમ એટલે કે એસેન્સિયલ કોમોડિટી એકટમાંથી બાકાત કરી દીધા છે. જેના પરિણામે હવે આવી વસ્તુઓનો સંગ્રહ, વિતરણ સહિતના મુદ્દે સ્વતંત્રતા મળશે. દેશ વન નેશન વન માર્કેટની દિશામાં આગળ વધ્યો છે. હાલના સમયમાં જે નિર્ણય કરવામાં આવ્યો છે તેના પરિણામે હવે કોઈ પણ ખેડૂત પોતાની ખેતપેદાશો કોઈ પણ જિલ્લા, કોઈ પણ રાજ્યમાં વહેંચી શકશે જેમાં કોઈ પણ જાતની સેસની ચુકવણી કરવી પડશે નહિ. તેમજ ખેડૂતોને હાલના સમયમાં સૌથી મોટી સમસ્યા પોષણક્ષમ ભાવની છે તો હવે જ્યારે કરાર આધારિત ખેતીને પ્રોત્સાહન મળશે ત્યારે ખેડૂતો અગાઉથી જ જે તે વેપારી સાથે વાયદા આધારિત ભાવ નક્કી કરી શકશે જેથી તેંને ભાવ નીચા જવાનો કોઈ ડર રહેશે નહીં અને ખેડૂતો કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના ખેતી કરી શકશે તેમજ આ છુટછાટ થી ખેડૂતો સંગઠિત થઈને પુરી તાકાતથી વધુને વધુ ઉત્પાદન લઈ શકે છે. વિદેશમાં કોન્ટ્રાકટ ફાર્મિંગનું ચલણ ખૂબ જ વધુ છે. અત્યાર સુધી ભારતમાં આ મુદ્દે યોગ્ય જાગૃતિનો અભાવ હતો પરંતુ હવે સરકારના પ્રયાસોના કારણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને વેગ મળશે તેવી અપેક્ષા છે.

કેન્દ્ર સરકારની નવી નીતિઓને પરિણામે વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી થશે: ડી કે સખીયા

Vlcsnap 2020 06 05 09H54M43S502

આ મુદ્દે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી કે સખીયાએ જણાવ્યું હતું કે આ પગલુ કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ આવકાર્ય પગલું છે. જે બદલ હું મોદી સરકારનો આભાર વ્યકત કરું છું. તેમણે કહ્યું હતું કે કૃષિ પ્રધાન દેશમાં કૃષિ ક્ષેત્રને હાલ સુધી પ્રાધાન્ય આપવામાં આવી ન હતી. કૃષિ ક્ષેત્રને અનેકવિધ બંધનોથી બાંધી દેવામાં આવ્યું હતું. ઉદ્યોગોને જે પ્રકારે છુટછાટ આપવામાં આવી છે તેની અડધી છૂટછાટ પણ કૃષિ ક્ષેત્રને આપવામાં આવી નથી. કૃષિને જમીન ટોચ મર્યાદા સહિતના કાયદા લાગુ પડતા હોય છે તો ખેડૂતો વિકાસના પગલા કેમ લેશે તે એક મોટો પ્રશ્ન હતો. એ ઉપરાંત જેટલી સરળતાથી ઉદ્યોગોને લોન મળે છે અને જે મર્યાદા સુધીની લોન મળે છે તેના ૧૦% રકમની લોન પણ કૃષિ ક્ષેત્રને એટલે કે ખેડૂતોને આપવામાં બેંકો આનાકાની કરે છે. પરંતુ હવે જે નિર્ણય મોદી સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી લાગી રહ્યું છે કે કૃષિ ક્ષેત્રને અનેકવિધ લાભો મળશે. ખેડૂતોને હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી લોન પણ મળી શકશે જેથી તેઓ વિકાસલક્ષી ઉપાયો કરી સારી ઉત્પાદન શકતી કેળવી શકશે અને આર્થિક રીતે સધ્ધર થઈ શકશે. કરાર આધારિત ખેતી, ફોરવર્ડ ટ્રેડિંગ અને એડવાન્સ સેલિંગ સહિતના ઉપાયો અમલી બનશે તો ખેડૂતોમાં અને બજારમાં હરીફાઈ વધશે જેથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખેતપેદાશો બજારોમાં આવશે અને જેના પરિણામે જણસોનો ભાવ પણ ઉંચો આવશે અનેં ખેડૂતો આર્થિક સંકળામણ અનુભવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આની સીધી અસર એ ઓન થશે કે ટેકના ભાવથી થતી ખરીદીના ભાવ પણ વધુ આવશે અને એક સમય એવો પણ આવશે કે જ્યારે ખેડૂતોને કોઈ પણ જાતના ટેકાની જરૂર નહીં પડે અને ખેડૂતો આત્મનિર્ભર બનશે. તેમણે એ ઉપરાંત જણાવ્યું હતું કે જણસોના સારા ઉત્પાદન અને ફોરવર્ડ ટ્રેડિંગને કારણે જણસોની નિકાશમાં પણ વધારો થશે જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર વૈશ્વિક ફ્લકે છવાઈ જશે. તેમજ જે રીતે તેલીબિયાં અને કઠોળને આવશ્યક ચીજ વસ્તુઓના અધિનિયમમાંથી બાકાત રાખવાથી સંગ્રહ સક્તિમાં ધરખમ વધારો નોંધાશે જેથી લાગી રહ્યું છે કે વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી થઈ શકશે.

કરાર આધારિત ખેતીના કારણે ભારતનો ખેડૂત વૈશ્ર્વિક સ્તરે છવાઇ શકશે: સમીર શાહ

Vlcsnap 2020 06 05 09H39M56S253

સૌરાષ્ટ્ર ઓઇલમીલ એશોસિએશનના પ્રમુખ સમીર શાહ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર ખેતીને ઉદ્યોગોને દરરજે આપવાની હીમાયતો કરી રહી છે. તે સરકારે ખૂબ પહેલા કરવાની જરૂર હતી. ૧૯૫૨માં જયારે આપણી પહેલી પંચવર્ષિય યોજના આવી ત્યારે આપણા દેશની કુલ જી.ડી.પી.માંથી ૫૮થી ૬૦% જેટલી હીસ્સી ખેતીની હતી. ત્યારથી આપણે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાતા થયા. ખેતી પ્રત્યે જે અણગમી આવ્યો તેનાથી આપણ ખેતી ઉત્પાદન ઘટતું ગયું અત્યારેની જે વાત કરીએ જી.ડી.પી.માં કૃષીક્ષેત્રમાં યોગદાન ફકત ૧૧% જ છે. જે વધીને ૧૩ કે ૧૪% થયું. આ ક્ષેત્રની ઘોર ઉપેક્ષા કરવામાં આવતી હતી. સરકારે જે ખેત ઉત્પાદન વેચવામાં ખેડૂતેને સરળતા મળે તે હેતુથી આ જાણ ખૂબ સારી છે.

ખાસ કરીને જે ખેડૈતો સીધુ વેચી શકે એ જે મુદ્દો છે તે ખરેખર આવકાર્ય છે. મગફળીમાં તે આકાપદી આવ્યો ને પહેલાથી આવી રીતે થતું હતું. કોઇ ખેડૂત ગામડે હોય તો સીધી તેમની પાસેથી ખરીદી કરતાં છતાં તેમા માર્કેટીગ યાર્ડની ટેકસ લાગતો જ હતો. હું એવું સમજુ છુ કે જે એ.પી.એમસી માર્કેટમાંથી જે ખરીદી થાય તેના પર જ યાર્ડની સેસ લાગશે. સીધી ઉત્પાદકને ત્યાંથી માલ આવે તો ટેકસ નહી લાગે. ખાસ તો વહીવટી કામગીરીમાંથી વેપારીઓને અને મીલોને રાહત મળશે. કોન્ટ્રાક્ટ ફામીંગ આપડે ત્યાં ખોટી રીતે જોઇ છે. ખેડૂતોનુ માનવું છે કે કોન્ટ્રાક ફામીંગથી આપણી જમીન જતી રહેશે. ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપીએ તો કોન્ટ્રાકટ ફામીંગ ખૂબ જ ફાયદા કારક છે. તેમની પ્રોડકટન ભાવ પહેલેથી જ નકકી થઇ જાય છે. ખેડૂતો પાસે ભાવ માટેના વિકલ્પો રહે જ છે. ઇન્ટરનેશનલ કક્ષાના આઇડીયા પણ આપણી ખેતીમાં આવશે. આપણે ત્યાં જમીનના નાના-નાના ટુકડા થઇ જાય છે.

ભાગ પાડવામાં ને પાડવામાં ખેતી ઓછી થતી જાય છે. જયારે કેન્ટ્રાકટ ફામીંગમાં તો જે આવક હોય તેને જ ભાગ પાડવાની હોય છે. જેથી જમીનના કટકા નહી થાય. સરકારને જે કોન્ટ્રાકટ ફાર્મિગની વિચાર ખૂબ સારો છે. સૌરાષ્ટ્રની મુખ્ય બે પ્રોડકટ છે. મગફળી અને કપાસ જેના વિશ્ર્વ લેવલ બે પ્રતિસ્પર્ધી છે. ચાઇના અને અમેરિકા એ બન્ને દેશમાં આપણા કરતાં ૧૫થી ૨૦ દિવસ વહેલુ વાવેતર થાય છે. જેનાથી આપણા ખેડૂતોને પાક વાવવામાં સરળતા રહેશે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં શું ભાવ આપે છે તે વિશે પણ જાણી શકશે. મારા મત પ્રમાણે ફયુચર ટેડની હિમાવતી નથી મારામત પ્રમાણે એ તંદુસ્તીથી ચાલ્યા નથી. કોઇ ચોકકસ ગ્રુપથી પ્રભાવિત થયેલા લાગે છે. મને ફયુચર હેડની બહુ સારી અનુભવ નથી માટે હું તેની હીમાયતી નથી. જે તેમાં ફીજીકલ ડીલેવરને લઇને કાઇ સુધારાવધારા આવે તો જ સફળ થઇ શકશે.

તેલીબીયા અને કઠોળને જીવન જરૂરી વસ્તુઓ માંથી બાકાત કરવાની જે વાત આવેલી ૧૯૯૮થી આ વસ્તુને જીવન જરૂરી વસ્તુમાંથી બહાર કાઢવામાં આવી હતી. પરંતુ તેમનું ગેઝેટ કવીયર ન હોવાથી રાજય સરકાર પોતાના કાયદા પ્રમાણે કામ કરતી. ૨૦૦૨માં એન.ડી.એ. સરકારે એક ગેઝટ બહાર પાડ્યું હતું. ત્યારથી જ વસ્તુઓને આવસ્યક વસ્તુઓમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારથી જ બધી વસ્તુમાં તેમને છૂટછાટ આપવામાં આવી હતી. ફકત જયારે અછતની સ્થીત હોય ત્યારે જ રાજય સરકાર સ્ટીકલીસટ કરી શકે છે. એ કાયદો હતો. અત્યારે જે વાત આવી છે તે એ ૨૦૦૨ પ્રમાણેની જ છે માટે કોઇ જાજો ફેરફાર આવ્યો નથી.

એકસપોરટીંગની જે પોલીસી છે. તે હજુ લીંગ ટર્મ સુધી એજ રહેવા દેવી જોઇએ. ભાવવધારી ક્ષણીક જ હોય છે. આપણી સરકાર પછી જયાં થી ત્યાંથી આપાત કરવા લાગે છે. જયારે બીજા દેશોમાંથી માલ અહીં પહોંચે છે તે એ માલની અછત પૂર્ણ થઇ જાય છે. આ પરિસ્થતિ ખરેખર ખોટી છે. આથાત અને નિકાલની પોલીસી ખરેખર લાંબા ગાળાની હોવી જોઇએ. આપણે ત્યાં માનસીકતા હતી કે વેપારીઓને સંગ્રહ ખોર કહેવામાં આવે છે. તેમાથી બહાર આવવાની જરૂર છે. ખરેખર સંગ્રહ થવી જરૂરી છે. જયારે પ્રોન્કટસ માર્કેટમાં આવે છે. ત્યારે ભાવ નીચા જતાં રહે છે. સરકારી એજન્સીઓની જગ્યાએ પ્રાઇવેટ એજન્સીઓને પણ સંગ્રહ કરાવા દેવી એ સારી બાબત છે. આપણા માટે સંગ્રહ ખેર એ શબ્દ ખરાબ બની ગયો છે.

નવી નીતિઓના અમલથી વર્ષ ૨૦૨૧ સુધીમાં કૃષિ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો મળી શકશે: રાજુ પોબારૂ

Vlcsnap 2020 06 05 09H45M03S412

આ મુદ્દે સટ્ટા બજારના પ્રમુખ રાજુ પોબારૂ એ અબતક સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં ફોરવર્ડ ટ્રેડિંગની જરૂરિયાત ખૂબ જ વધારે છે જે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં ખૂબ જ મદદરૂપ બનશે. તેમણે કહ્યું હતું કે અગાઉના સમયમાં વાયદાઓ પર જ સમગ્ર વ્યવહારો થતા હતા પરંતુ સિક્કાની બે બાજુઓની જેમ દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા હોય છે તેવી જ રીતે વાયદા બજારના પણ ફાયદાની સામે ગેરફાયદાઓ પણ હતા જેથી વાયદા બજારનું ચલણ ઘટ્યું પરંતુ હાલના સમયમાં પણ વાયદા પર અનેકવિધ વ્યવહારો ચાલતા હોય છે ત્યારે ફરિવારી વાયદા બજારનું ચલણ વધશે અને જેના પરિણામે અગાઉથી જ ખેડૂતોને તેમના જણસની વેચાણ અંગે વાયદો મળી જશે જેના પરિણામે ખેડૂતો વેચાણ અને પોષણક્ષમ ભાવની ચિંતા કર્યા વિના ખેતી કરી શકશે. તેમણે કહ્યું હતું કે વાયદાને હાલ સુધી કૃષિ ક્ષેત્ર માટે પ્રતિબંધિત રાખવામાં આવ્યું મને તો એ વાત જ નથી સમજાતી. વાયદા બજારને કારણે બજારમાં અને ખેડૂતોમાં જાગૃતતા આવશે અને જેના પરિણામે પોષણક્ષમ ભાવ પણ મળી રહેશે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે રીતે હાલ સુધી ખેડૂતોના તમામ વ્યવહારોમાં એપીએમસીની ભૂમિકા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોવા મળતી હતી જેના માટે નાના વેપારીઓને લાયસન્સ લેવા પડતા હતા પરંતુ સીધી ખરીદીને કારણે નાના વેપારીઓને લાયસન્સમાંથી મુક્તિ મળશે જેથી નાના વેપારીઓ પણ વૈશ્વિક ફ્લકે છવાઈ જવા સક્ષમ બનશે. તેમણે કઠોળ અને તેલીબિયાંને આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમ માંથી મુક્તિ અંગે જણાવ્યું હતું કે હાલ સુધી આ પ્રકારની જણસોનો સંગ્રહ કરી શકાતો ન હતો જેના પરિણામે અછત અને આપટકાળમાં ભારત દેશને આયાત કરવી પડતી હતી જેના કારણે ભાવ ઊંચા જતા હતા પરંતુ જો મુક્તિ આપવામાં આવે તો સંગ્રહ કરી શકાશે, પ્રિ ટ્રેડ કરી શકાશે તેમજ તમામ પ્રકારના ટ્રેડના નિયંત્રણો દૂર થશે. આ નિર્ણય અમલી બનવાથી સરકારે તળિયાના ભાવ નક્કી નહિ કરવા પડે તેમજ નિકાશની તકો વધશે જેથી ફોરન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ આવશે અને મને લાગી રહ્યું છે કે વર્ષ ૨૦૨૧ સુધી ખેતીને પણ ઉદ્યોગોનો દરજ્જો મળી શકશે.

કરાર આધારિત ખેતીના ફાયદા અને ગેરફાયદા બંને ધ્યાને લેવા આવશ્યક: ગોપાલભાઈ શીંગાળા

Gopal Shingala

આ વિશે ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળાએ અબતક સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારનો નિર્ણય ચોક્કસ આવકાર્ય છે પરંતુ આ નિર્ણયની અમલવારી થશે કે કેમ તેં એક મોટો પ્રશ્ન છે કેમકે આપણે જો ગુજરાત રાજ્યની વાત કરીએ તો ત્યાં દર વર્ષે ખેડૂતો કેટલું ઉત્પાદન કરે છે તે આંકડાકીય માહિતી સરકાર પાસે હોતા જ નથી. તેમણે જણાવ્યું હતું લર કોન્ટ્રાકટ ફાર્મિંગ પદ્ધતિ ખૂબ જ સારી છે જેમાં ખેડૂતો અગાઉથી જ પોતાની જણસના ભાવ જાતે જ કરી શકશે પરંતુ તેના માટે સારી અને મોટી ટ્રેડિંગ કંપનીઓ ભારતમાં ખરીદી અર્થે ઝંપલાવશે તો જ આ પદ્ધતિ સફળ થઈ શકશે તે સિવાય છૂટકો નથી. તેમણે કહ્યું હતું આ પદ્ધતિથી ગેરફાયદો પણ થશે કેમકે માર્કેટિંગ યાર્ડ ખાતે જ્યારે ખેડૂતો જણસ લઈને વેચાણ અર્થે આવે છે ત્યારે અહીં અનેકવિધ દલાલો અને વેપારીઓ સાથે ભાવ તાલ કરીને વેંચાણ થતું હોય છે જેથી ખેડૂતો સાચા ભાવ થી અવગત થાય ચબે જેની સામે જો સીધી ખરીદી થશે તો ખેડૂતો પાસે કોઈ વિકલ્પ નહીં રહે અને ખેડૂતો સસ્તા ભાવે પોતાનો માલ વહેંચી દેવાનો કરાર કરશે અને જ્યારે જણસ બજારમાં આવશે ત્યારે ભાવ ઊંચા આવશે ત્યારે ખેડૂતોને પસ્તાવો થશે તો આ એક મુદ્દો પણ ધ્યાને લેવો પડશે. હાલના સમયમાં જે રીતે ખેતીને ફાયદાકારક સાબિત થાય તેવી કોઈ જ નક્કર પદ્ધતિ કે યોજનાના અભાવે આ ક્ષેત્ર અને જગતનો તાત પીડાઈ રહ્યો છે જો આ પદ્ધતિની સુઘડ અમલવારી થઈ શકશે તો ખેડૂતો માટે આવકાર્ય અને સરાહનીય પગલું બની રહેશે.

ખેતી અને પશુપાલન ૨૦૨૧માં અઢી ટકાનો વિકાસ આપશે

કરાર આધારિત ખેતી, વાયદા બજાર અને ભાવ બાંધણુ કૃષિ ક્ષેત્રને ચાર ચાંદ લગાવી દેશે

કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં અનેક સેકટરને ફટકો પડ્યો છે. ઔદ્યોગીક એકમો લાંબો સમય બંધ રહ્યાં બાદ હવે ફરીથી ધમધમવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. આખા ઘટનાક્રમમાં માત્ર એક સેકટર એવું છે જેમાં કોરોનાની મહામારીની આછી પાતળી અસર થઈ છે. કૃષિ સેકટરમાં કોરોનાની ગંભીર અસર જોવા મળી નથી તેવું નિષ્ણાંતોનું માનવું છે. ઉલ્ટાનું ૨૦૨૧માં ખેતી અને પશુ-પાલન દેશને અઢી ટકાનો ગ્રોથ આપશે તેવું જાણવા મળે છે. તાજેતરમાં ક્રિશીલ રિસર્ચ નામની સંસ્થાએ દેશના ખેતી ક્ષેત્રની સ્થિતિ અંગે અભ્યાસ કર્યો હતો. જેના પરથી જાણવા મળ્યું હતું કે, ખેતી સેકટરને કોરોનાની મહામારીના પગલે લાદવામાં આવેલા લોકડાઉનની ગંભીર અસર થઈ નથી. ઉલ્ટાનું આગામી સમયમાં ભરપુર ઉત્પાદન થશે તેવા વાવડ મળી રહ્યાં છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ૧૪ ખરીફ પાક માટેના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યો હતો. ગ્રાહકોને ખેતી પાછળ થતાં ખર્ચનો ૫૦ થી ૮૩ ટકા હિસ્સો લઘુતમ ટેકાના ભાવે તુરંત મળી જાય તેવી ધારણા છે. સરકારના નિર્ણયોના પગલે ખેડૂતોની આવક વધશે.

વર્તમાન સમયે દૂધ ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ પણ ખુબ ઝડપી થયો છે. આ ઉપરાંત મરઘા ઉછેર, માછલી પાલન સહિતના સેકટરમાં પણ બુમ જોવા મળી છે. તાજેતરમાં કોમોડીટીનું એકસ્પોર્ટ તળીયે પહોંચી ગઈ હતી અને માંગ વધી હતી. આવા સમયે કૃષિ સેકટરમાં માંગની પુરતી કરી શકે તેવી આશાઓ વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૧માં ખેતી અને પશુ પાલન અઢી ટકાનો ગ્રોથ આપશે. આ ગ્રોથ અન્ય રાજ્યોની સરખામણીએ ખુબ સારો ગણી શકાય.

અહીં ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડાપ્રધાન મોદીની કેબીનેટ દ્વારા એપીએમસી એકટમાં ધડમુળથી ફેરફાર કરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને હવે ખેડૂતો ગમે ત્યારે, ગમે તેને, ગમે ત્યાં પોતાની જણસ વેંચી શકે છે. આ ઉપરાંત સરકારે અનેક વસ્તુને આવશ્યક વસ્તુના કાયદામાંથી બાકાત રાખવાનો તખતો ઘડતા ખેતીનું ભવિષ્ય બદલાઈ જશે. ખેતીમાં કોન્ટ્રાકટ ફાર્મિગ પધ્ધતિને વેગવાન બનાવતા ખેડૂતોની જાવક ઘટશે અને આવકમાં વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.