Abtak Media Google News

‘ગન કલ્ચર’ને પ્રોત્સાહન આપનાર ગાયકનું ગનથી જ મોત થયું..!!!

વિવાદો સાથે સતત જોડાયેલા રહેલ ગાયક કલાકાર સીધું મુસેવાલા ની સુરક્ષા દૂર કરતાની સાથે જ 28 વર્ષના ગાયક કલાકાર ને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે ,મુસે વાલા ની હત્યા ના બનાવમાં ત્રણને ઈજા ગ્રસ્ત હાલતમાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા

Advertisement

પંજાબની આપ સરકારે 424 વ્યક્તિઓની સુરક્ષા પાછી ખેંચી લીધાની ગણતરીના કલાકોમાં મુજસે વાલો ની હત્યા થઈ હતી, ગન કલ્ચર અને શસ્ત્ર સુરક્ષાના હિમાયતી મુસેવાલાના મૃત્યુ પણ ગન થી જથયું હતું પંજાબનાડી જી પી એ જણાવ્યું હતું કે ઉસે વાલાની આ હત્યા બદલાની ભાવનાથી થય છે, મુજસે વાલા નું નામ અગાઉ અનેક વિવાદોમાં ચમકતુ રહ્યું છે, મુખ્યમંત્રી એ આ ઘટના અંગે ભારે શોક વ્યક્ત કર્યો હતો વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કેનેડા ના ગેંગસ્ટર એ ફેસબુક પર હત્યા અંગેની જવાબદારી લીધી હતી, આમ આદમી પાર્ટી ના મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે મને આ ઘટનાથી ખૂબ જ દુ:ખ થયું છે.

તેમણે ડીજીપી ભાવરા ના નિર્દેશન હેઠળ પોલીસ મહાનિર્દેશક બીપી સેક્સ સેક્સ ને તપાસના આદેશો આપ્યા છે ભોગ બનનાર સિધુમુસાવાલા ની હત્યાના પગલે પંજાબ નું રાજકારણ ગરમાઈ ગયું છે વિરોધ પક્ષે આમ આદમી પાર્ટીની સરકાર સામે 424 ની સુરક્ષા લેવાનો નિર્ણય નો વિરોધકર્યો હતો  પંજાબ પોલીસે ઓપરેશન બ્લુ સ્ટાર ના બંદોબસ્ત ને લઈને ખાનગી સુરક્ષા માં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું કે ગનકલ્ચરના હિમાયતી ની મોતનું કારણ પણ ગન જ બની હોવાની ઘટનાને પગલે સમગ્ર  પંજાબ માં ભારે ચર્ચા જાગી છે આ બનાવમાં કેનેડાના કેટલાક ઉગ્રવાદીઓને સંડોવણી હોવાના ધીરે ધીરે બહાર આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.