Abtak Media Google News

 

બે સંસ્થાએ કહ્યું ભગવાનનો જન્મ અહીં થયો, આ તો શ્રદ્ધાનો વિષય આ વિષય કોર્ટમાં લઇ જવો ઉચિત નહિ

 

ભગવાનના જન્મને લઈને વિવાદ અયોગ્ય છે.  બે સંસ્થાએ કહ્યું ભગવાનનો જન્મ અહીં થયો છે, આ તો શ્રદ્ધાનો વિષય છે. આ વિષય કોર્ટમાં લઇ જવો ઉચિત નથી.એક નવો વિવાદ સામે આવ્યો છે. આ વિવાદ રામભક્ત હનુમાનજીના જન્મસ્થળને લઈને છે. જોકે, આ વખતે વિવાદમાં બે ધર્મો નહીં પરંતુ બે હિન્દુ ટ્રસ્ટ સામ સામે છે આમાંથી એક આંધ્રપ્રદેશનું છે અને કર્ણાટકનું છે.

આ બંન્ને ટ્રસ્ટ હનુમાનજીનું જન્મસ્થળ અલગ-અલગ સ્થળ પર હોવાનો દાવો કરી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમે તિરૂમાલા હિલ પર આવેલા અંજનાદ્રિ મંદિર અને ધર્મસ્થળમાં સુવિધાઓ વિકસિત કરવા માટે સમારોહનું આયોજન કરવાની યોજના બનાવવામાં આવી છે જ્યાં ગયા વર્ષે એપ્રિલમાં રામનવમી પર હનુમાનજીના જન્મસ્થળના રૂપમાં ઔપચારિક અભિષેક કરવામાં આવ્યો હતો.

બીજી તરફ કર્ણાટકનું શ્રી હનુમદ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ આનાથી સહમત નથી. ટ્રસ્ટના સ્થાપક ગોવિંદાનંદ સરસ્વતી કેસમાં તિરુમાલા પહોંચી જઈ શકે છે. ટ્રસ્ટનો દાવો છે કે, વાલ્મીકી રામાયણમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હનુમાનજીનો જન્મ કિષ્કિંધાના અંજનાહલ્લીમાં થયો હતો. એવું માનવામાં આવે છે કે, તે હંપીની નજીક તુંગભદ્રા નદીના કિનારે સ્થિત છે. આ વિવાદના ઉકેલ માટે ગયા વર્ષે મે મહિનામાં ચર્ચા પણ થઈ હતી પરંતુ કોઈ અંતિમ પરિણામ આવી શક્યુ ન હતુ.

ટીટીડી કમિટિના પુરાણો અને તાંબાની પ્લેટવાળા શિલાલેખોમાં સ્પષ્ટ રીતે એંજનાદ્રી જેને હવે તિરૂમાલા કહેવામાં આવે છે તેનો હનુમાનજીના જન્મસ્થળના રૂપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એપ્રિલમાં ટીટીડીએ અંજનાદ્રીના આ દાવાને રેખાંકિત કરતા એક બુકલેટ પ્રકાશિત કરી હતી. આ બુકલેટ ડિસેમ્બર 2020માં રચાયેલી આઠ સભ્યોની પેનલ દ્વારા સબમિટ કરવામાં આવેલા અહેવાલ પર આધારિત હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.